ETV Bharat / city

Bogus Doctor - 221 બોગસ તબીબ ઝડપાયા, ગુજરાત પોલીસનું સર્ચ ઓપરેશન યથાવત - ગુજરાત સમાચાર

ગુજરાત રાજ્યમાં એપ્રિલ અને મે માહિનાનમાં કોરોના સંક્રમણમાં ભયાનક વધારો થયો હતો. જે વચ્ચે રાજ્ય સરકાર દ્વારા બોગસ તબીબો ( Bogus Doctor )ને ઝડપીને જેલ ભેગા કરવાનો આદેશ ગુજરાત પોલીસ (Gujarat Police)ને આપવામાં આવ્યો હતો. જેમાં છેલ્લા 3 મહિના ગુજરાત પોલીસ દ્વારા દરેક જિલ્લામાં રેડ કરીને કુલ 221 બોગસ તબીબોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Bogus Doctor
Bogus Doctor
author img

By

Published : Jun 24, 2021, 8:43 PM IST

  • કોરોના કાળમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો
  • રાજ્યમાં 221 બોગસ તબીબ ઝડપાયા
  • ગુજરાત પોલીસે રાજ્યના તમામ જિલ્લામાં શરૂ કર્યું સર્ચ ઓપરેશન
  • સૌથી વધુ ભરૂચ જિલ્લામાં 28 બોગસ તબીબ ઝડપાયા

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં એપ્રિલ અને મે માહિનાનમાં કોરોનાએ કાળો કહેર વરસાવ્યો હતો. જેમાં તકનો લાભ લઈને અમુક બોગસ તબીબો ( Bogus Doctor )એ રાતોરાત પૌસા કમાઈ લેવાના ફિરાકમાં દવાખાના શરૂ કરી દીધા હતા. એક બે કિસ્સાઓ રાજય સરકારને ધ્યાનમાં આવતા ગુજરાત પોલીસને બોગસ તબીબી ( Bogus Doctor )ને ઝડપવા માટેની સૂચના આપવામાં આવી હતી. જેમાં છેલ્લા 3 મહિના ગુજરાત પોલીસે સમગ્ર જિલ્લામાં રેડ કરીને કુલ 221 બોગસ તબીબો ( Bogus Doctor )ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

33 જિલ્લામાં 221 ડોક્ટર્સ બોગસ, હજૂ સર્ચ ઓપરેશન યથાવત

આ અગાઉ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં જે રીતે કોરોના કાળની પરિસ્થિતિનો લાભ લઈને બોગસ તબીબો ( Bogus Doctor ) સામે આવ્યા છે. તમામ જિલ્લાની પોલીસ અને પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી હતી. જેમાં 33 જિલ્લામાંથી કુલ 221 બોગસ તબીબો ( Bogus Doctor ) અત્યાર સુધીમાં ઝડપાયા છે. જ્યારે હજૂ પણ રાજ્ય પોલીસનું સર્ચ ઓપરેશન તમામ જિલ્લામાં યથાવત રાખવામાં આવ્યું છે. આમ આવનારા સમયમાં ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા વધુમાં વધુ બોગસ તબીબોને ઝડપી લેવામાં આવશે.

210 ગુનાઓ નોંધાયા, 185 ચાર્જશીટ બાકી

ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં રેડ પાડીને બોગસ તબીબો ( Bogus Doctor )ને ઝડપી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 221 બોગસ તબીબો ઝડપાયા છે. જેમાં 210 ગુનાઓની નોંધણી કરવામાં આવી છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 9 ચાર્જશીટ પણ ફાઇલ કરવામાં આવી છે અને 185 ચાર્જશીટ ફાઇલ કરવાની બાકી છે.

સૌથી વધુ ભરૂચ અને બનાસકાંઠા જિલ્લામાંથી બોગસ તબીબો ઝડપાયાં

રાજ્યમાં સૌથી વધુ બોગસ તબીબો ( Bogus Doctor ) ભરૂચ અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયા છે. જેમાં અત્યાર સુધી ભરૂચમાં 28 અને બનાસકાંઠામાં 27 ગુના દાખલ કરવામાં આવ્યા છે. આમ ભરૂચ ખાતે 28 આરોપી જ્યારે બનાસકાંઠામાં 26 આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિવિધ જિલ્લા મુજબ ગુના અને આરોપી

  • અમદાવાદ શહેર - 5 ગુના, 77 આરોપી
  • વડોદરા શહેર - 3 ગુના, 3 આરોપી
  • રાજકોટ શહેર - 7 ગુના, 8 આરોપી
  • આણંદ - 9 ગુના, 9 આરોપી
  • અમદાવાદ ગ્રામ્ય - 10 ગુના, 10 આરોપી
  • ખેડા - 1 ગુના, 1 આરોપી
  • ગાંધીનગર - 3 ગુના, 4 આરોપી
  • મહેસાણા - 5 ગુના, 6 આરોપો
  • સાબરકાંઠા - 4 ગુના, 4 આરોપી
  • અરવલ્લી - 6 ગુના, 7 આરોપી
  • છોટાઉદેપુર - 5 ગુના, 5 આરોપી
  • વડોદરા ગ્રામ્ય - 3 ગુના, 3 આરોપી
  • ભરૂચ - 28 ગુના, 28 આરોપી
  • નર્મદા - 17 ગુના, 17 આરોપી
  • પંચમહાલ - 4 ગુના, 4 આરોપી
  • મહીસાગર - 2 ગુના, 2 આરોપી
  • દાહોદ - 5 ગુના, 5 આરોપી
  • સુરત ગ્રામ્ય -9 ગુના, 9 આરોપી
  • નવસારી - 5 ગુના, 5 આરોપી
  • વલસાડ - 10 ગુના, 10 આરોપી
  • રાજકોટ ગ્રામ્ય - 1 ગુના, 2 આરોપી
  • મોરબી - 2 ગુના, 2 આરોપી
  • સુરેન્દ્રનગર -7 ગુના, 8 આરોપી
  • દેવભૂમિ દ્વારકા - 2 ગુના, 2 આરોપી
  • જામનગર - 2 ગુના, 2 આરોપી
  • જૂનાગઢ - 2 ગુના, 2 આરોપી
  • ગીર સોમનાથ - 5 ગુના, 5 આરોપી
  • પોરબંદર - 4 ગુના, 4 આરોપી
  • બોટાદ - 1 ગુના, 1 આરોપી
  • ભાવનગર - 1 ગુના, 1 આરોપી
  • કચ્છ પશ્વિમ - 5 ગુના, 5 આરોપી
  • કચ્છ પૂર્વ - 6 ગુના, 6 આરોપી
  • બનાસકાંઠા - 27 ગુના, 28 આરોપી
  • પાટણ - 4 ગુના, 6 આરોપી

6 ઝોન એક પણ બોગસ તબીબ નથી ઝડપાયા

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા ગુજરાત પોલીસ (Gujarat Police)ને બોગસ તબીબો ( Bogus Doctor )ને ઝડપી લેવા માટેની કડક સૂચના આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાંથી બોગસ તબીબો સામે આવ્યા છે, પરંતુ ગુજરાત રાજ્યની 6 ઝોન એટલે કે વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ, વેસ્ટર્ન રેલ્વે વડોદરા, તાપી, અમરેલી, સુરત શહેર, ડાંગ જિલ્લામાંથી એક પણ બોગસ તબીબ ( Bogus Doctor ) ઝડપાયો નથી.

મુખ્યપ્રધાન રૂપાણીએ આપી હતી કડક સૂચના

એપ્રિલ માસ બાદ ગુજરાતમાં જે રીતે બોગસ તબીબો ( Bogus Doctor ) ઝડપાયા હતા, તેને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન રૂપાણીએ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઈ પણ બોગસ તબીબને છોડવામાં આવશે નહીં. ગુજરાત રાજ્યની જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા થાય તે યોગ્ય નથી. મુખ્યપ્રધાન રૂપાણીએ બોગસ તબીબો ( Bogus Doctor ) વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના ગુજરાત પોલીસ (Gujarat Police)ને આપી હતી.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.