ETV Bharat / city

Corona Update : રાહતના સમાચાર, ગઈકાલ કરતા ઓછા આવ્યા કોરોનાના કેસ - 35 દર્દીઓ જીત્યા કોવિડ સામેની લડાઈ

દિવાળી બાદ રાજ્યમાં કોરોના (coronavirus in gujarat) ફરી એકવાર માથું ઊંચકી રહ્યો છે, ત્યારે ગઈકાલે કોરોનાના કેસો (corona cases)માં ચિંતાજનક વધારો નોંધાયો હતો. જો કે 12 નવેમ્બરના રોજ ફરી એકવાર કોરોનાના કેસો ઘટ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 કેસ સામે આવ્યા છે અને 33 જિલ્લામાંથી ફક્ત 4 જિલ્લામાં જ કોરોના કેસો નોંધાયા છે.

Corona Update : રાહતના સમાચાર, ગઈકાલ કરતા ઓછા આવ્યા કોરોનાના કેસ - 35 દર્દીઓ જીત્યા કોવિડ સામેની લડાઈ
Corona Update : રાહતના સમાચાર, ગઈકાલ કરતા ઓછા આવ્યા કોરોનાના કેસ - 35 દર્દીઓ જીત્યા કોવિડ સામેની લડાઈ
author img

By

Published : Nov 12, 2021, 9:06 PM IST

Updated : Nov 18, 2021, 3:03 PM IST

  • 33 જિલ્લામાંથી 4 જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ
  • રાજ્યના 4 કૉર્પોરેશન વિસ્તારમાં કોવિડ-19ના કેસ નોંધાયા
  • આજે 4,22,749 નાગરિકોને વેક્સિન આપવામાં આવી

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ (corona cases) એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારબાદ હવે જૂન-જુલાઈ અને ઓગષ્ટમાં કેસ નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ (corona transition) કાબૂ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી હતી, પરંતુ હવે દિવાળીના તહેવારો (diwali festive season) બાદ રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે.

33માંથી 4 જિલ્લામાં કોરોના કેસ નોંધાયા

12 નવેમ્બરના પણ સમગ્ર રાજ્યમાં 5 કોર્પોરેશન-અમદાવાદ, સુરત બરોડા, જામનગર અને રાજકોટમાં કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે 33 જિલ્લામાંથી 4 જિલ્લા-જૂનાગઢ, કચ્છ, વલસાડ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોનાના નવા 2 કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે,. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 5 દર્દીને રજા આપવામાં આવી છે.

આજે 4,22,749 નાગરિકોને વેક્સિન આપવામાં આવી

12 નવેમ્બરના રોજ રાજ્યમાં કુલ 4,22,749 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 26,551 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 2,81,934 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 7,37,54,301 ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોનાના 220 એક્ટિવ કેસ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 220 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 06 વેન્ટિલેટર પર અને 214 દર્દીઓ સ્ટેબલ છે. તો કુલ 10,090 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,577 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો ગુજરાતમાં રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: Vadodara Corporation Gym : કરોડોનો ખર્ચ કરી 5 વર્ષ પહેલાં જીમ બનાવ્યું, હજી પણ લોકો માટે ખુલ્લું થયું નથી!

આ પણ વાંચો: સુરત ડ્રગ્સ મામલે મોટી સફળતા, માદક પદાર્થ બનાવવાની લેબોરેટરી પકડાઈ

Last Updated : Nov 18, 2021, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.