- રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી
- એપ્રિલ મહિનામાં નોંધાયા હતા કેસ
- સુરત અને વડોદરામાં નોંધાયા હતા કેસ
ગાંધીનગર : ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant in Gujarat) ના કેસ નોંધાવાની શરૂઆત થઈ ગઈ છે. આજે શુક્રવારે નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ (NCDC) ના ડાયરેક્ટર ડૉ. એસ.કે.સિંઘે જણાવ્યું હતું કે, દેશમાં હાલ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant) ના 48 કેસ છે. જેમાં ગુજરાતના વડોદરા અને સુરતમાં એક-એક દર્દી નોંધાયા છે. જોકે, ગુજરાત આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે આ બન્ને કેસ એપ્રિલ મહિનામાં નોંધાયા હોવાનું અને બન્ને દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે.
સુરતમાં એપ્રિલમાં નોંધાયો હતો કેસ, વડોદરામાં રાજ્ય બહારનો દર્દી
ગુજરાતના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, સુરતના એક વ્યક્તિને એપ્રિલ મહિનામાં કોરોના થયો હતો. જેમાં તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. લેબોરેટરીમાં પરિક્ષણ બાદ વાઇરસ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus variant) હોવાનું સામે આવ્યું હતું. આ દર્દી સારવાર મેળવીને સ્વસ્થ પણ થઈ ગયો છે. જ્યારે વડોદરા શહેરમાં નોંધાયેલો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant) નો દર્દી રાજ્ય બહારનો છે. તેને વડોદરામાં જ સારવાર આપ્યા બાદ સ્વસ્થ થતા રજા આપી દેવામાં આવી છે.
રાજ્યમાં Delta Plus variant નો અત્યારે એક પણ કેસ નહીં
રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant) નો એક પણ એક્ટિવ કેસ નથી. જ્યારે રાજ્ય સરકાર હાલમાં જેટલા પણ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. તેમાંથી 30થી 40 જેટલા કેસના સેમ્પલ જિનોમ સિક્વન્સ (genome sequence) માટે લેબોરેટરીમાં મોકલી રહી છે.
દેશના 18 જિલ્લાઓમાં Delta Plus Variant ના કુલ 48 કેસ
આજે શુક્રવારે નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ (NCDC) ના ડાયરેક્ટર ડૉ. એસ.કે.સિંઘે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દેશમાં હાલ ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કુલ 48 કેસ છે. જે પૈકી 8 રાજ્યોમાં તેના 50 ટકા કેસ છે. આ રાજ્યો પર વધારે ધ્યાન રાખવાની જરૂર છે. આ રાજ્યોમાં આંધ્રપ્રદેશ, દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, તેલંગણા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.
જાણો ક્યા રાજ્યમાં Delta Plus Variant ના કેટલા કેસ ?
રાજ્ય | કેસ |
મધ્યપ્રદેશ | 07 |
મહારાષ્ટ્ર | 20 |
પંજાબ | 02 |
ગુજરાત | 02 |
કેરળ | 03 |
આંધ્રપ્રદેશ | 01 |
તમિલનાડુ | 09 |
ઓરિસ્સા | 01 |
રાજસ્થાન | 01 |
જમ્મુ | 01 |
કર્ણાટક | 01 |
આ પણ વાંચો -
- મળો કોરોના વાઈરસ પરિવારના બે ભારતીય સદસ્યોને...
- ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ સામે લડવા માટે રાજ્ય સરકાર તમામ તૈયારીઓ સાથે સજ્જ
- કોરોના વાઈરસનું ડેલ્ટા વેરિયન્ટ ડેલ્ટા પ્લસમાં ફેરવાતા બન્યું ખતરનાક
- મહારાષ્ટ્રમાં સામે આવેલા ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 21 કેસોમાંથી 2ની ટ્રાવેલ હિસ્ટ્રી સુરત
- ડેલ્ટા પ્લસ વેરિયન્ટને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા તૈયારીઓ શરૂ