ETV Bharat / city

રાજ્યસભાની ખાલી પડેલી બેઠક પર ભાજપનાં 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, બંન્ને બેઠકો બિનહરીફ - ગુજરાત સમાચાર

અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના મૃત્યુ બાદ રાજ્યસભામાં 2 સીટો ખાલી પડી હતી. જેના માટે યોજાનારી ચૂંટણી માટે દાવેદારી નોંધાવવાનો ગુરુવારે છેલ્લો દિવસ હતો. અંતિમ દિવસે ભાજપનાં બે ઉમેદવારો દિનેશ પ્રજાપતિ અને રામ ભાઈ મોરકિયાએ ભાજપનાં ઉચ્ચ હોદ્દેદારોની હાજરીમાં ફોર્મ ભર્યા હતા. જ્યારે કોંગ્રેસે સભ્ય સંખ્યા ઓછી હોવાથી એક પણ ઉમેદવાર ઉભો ન રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યસભા માટે ભાજપનાં 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

author img

By

Published : Feb 18, 2021, 3:11 PM IST

Updated : Feb 18, 2021, 8:44 PM IST

  • ભાજપ પક્ષના 2 ઉમેદવારોએ દાવેદારી ફોર્મ ભર્યા
  • કોંગ્રેસે સભ્ય સંખ્યા ઓછી હોવાથી દાવેદારી ન નોંધાવી
  • બન્ને બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થશે

ગાંધીનગર: રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠક પર ગુરુવારે દાવેદારી નોંધાવવાનો અંતિમ દિવસ હતો. અંતિમ દિવસે ભાજપનાં બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે બંને ઉમેદવારોને વિધાનસભાની અંદર જ મેન્ડેટ આપ્યા હતા. જ્યારબાદ બંને ઉમેદવારોએ મોવડી મંડળ સાથે રાજ્યસભાની દાવેદારી નોંધાવી હતી.

પ્રવાસ દરમિયાન જે સવાલો આવશે તે ઉપર સુધી રજૂઆત કરાશે: રામભાઈ મોકરિયા

દાવેદારી નોંધાવ્યા બાદ રામભાઈ મોકરિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, મારી આસપાસના લોકો તેમજ મારા પ્રવાસ દરમિયાન જે પણ સવાલો અને સમસ્યાઓ આવશે તે અંગે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવશે અને તેનો ઝડપથી નિકાલ થાય, તે બાબતને પણ અગ્રિમતા આપવામાં આવશે. જ્યારે ગુજરાતના દરિયાકિનારે સાગર ખેડૂતો અને પાકિસ્તાન દ્વારા અટક કરીને લઈ જવામાં આવે છે, તેવા પ્રશ્નો અને સમસ્યાઓને વધુ મહત્વ આપવામાં આવશે. આમ લોકોનાં પ્રશ્નો સરળતાથી અને ઝડપથી નિવારણ થાય તે બાબતને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે.

રાજ્યસભાની ખાલી પડેલી બેઠક પર ભાજપનાં 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવાનો પહેલા પ્રયત્ન: દિનેશ પ્રજાપતિ

ભાજપ તરફથી દાવેદારી નોંધાવ્યા બાદ દિનેશ પ્રજાપતિએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, લોકોને પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત કરાવવાનો તેઓનો પહેલો પ્રયત્ન રહેશે અને લોકોને પડતી તકલીફો અને સમસ્યાનો અંત ઝડપથી લાવવામાં આવશે. આ ઉપરાંત રોજનાં જે પ્રશ્નો સામે આવશે, તેનો પણ ઉકેલ લાવવાના પ્રયત્નો કરવામાં આવશે.

કોંગ્રેસ પાસે પૂરતા સભ્યો નથી, ભાજપનાં બંન્ને ઉમેદવારો બિન હરીફ વિજેતા થશે

ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ રાજ્યનાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, મીડિયા તરફથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ પાસે બધા સભ્યો ન હોવાના કારણે તેઓ ઉમેદવાર જાહેર કર્યા નથી અને કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવશે નહીં. જેથી ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ વિજયી થશે. આમ, ચૂંટણી પ્રક્રિયામાં ફોર્મ ચકાસણી બાદ બંને ઉમેદવારોને બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવશે.

Last Updated : Feb 18, 2021, 8:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.