ETV Bharat / city

રાજ્યસભામાં ભાજપના 2 ઉમેદવારો ફોર્મ ભરશે, કોંગ્રેસ એક પણ ઉમેદવાર નહીં જાહેર કરે

રાજ્યમાંથી કોંગ્રેસ પક્ષના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને અભય ભારદ્વાજનું કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. જેના કારણે ગુજરાતની 2 ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠક માટે પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. જે અંતર્ગત ભાજપના 2 ઉમેદવારો 18 ફેબ્રુઆરીના રોજ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે.

રાજ્યસભામાં ભાજપના 2 ઉમેદવારો ફોર્મ ભરશે

author img

By

Published : Feb 17, 2021, 10:54 PM IST

  • ભાજપના 2 ઉમેદવારો ફોર્મ ભરશે
  • 18 ફેબ્રુઆરીના રોજ ભરશે રાજ્યસભાનું ફોર્મ
  • કોંગ્રેસ નહીં જાહેર કરે ઉમેદવાર
  • ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થશે

ગાંધીનગર: રાજ્યમાંથી કોંગ્રેસ પક્ષના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને અભય ભારદ્વાજનું કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. જેના કારણે ગુજરાતની 2 ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠક માટે પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે ભાજપ પક્ષના 2 ઉમેદવારો 18 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં ચૂંટણી અધિકારી સમક્ષ દાવેદારી નોંધાવશે, જ્યારે કોંગ્રેસ તરફથી એક પણ ઉમેદવારના નામની જાહેરાત ન થતાં બંન્ને ઉમેદવારો બિનહરીફ જાહેર થશે.

સવારે 10 કલાકે ઉમેદવારી નોંધાવશે

ભાજપના મીડિયા વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્યસભાના 2 ઉમેદવારો દિનેશ પ્રજાપતિ અને રામભાઈ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ પ્રધાન મંડળના સભ્યો, ધારાસભ્યો અને સંસદ સભ્યોની હાજરીમાં 10:00 કલાકે દાવેદારી નોંધાવશે.

કોંગ્રેસે નથી જાહેર કર્યા કોઈ ઉમેદવાર

મળતી માહિતી પ્રમાણે બન્ને બેઠક પર પેટા ચૂંટણી અલગ-અલગ નોટિફિકેશન પ્રમાણે થતું હોવાના કારણે અને વિધાનસભામાં ભાજપ પક્ષના સભ્ય વધુ હોવાના કારણે કોંગ્રેસ બન્ને બેઠકો હારવાની છે, ત્યારે કોંગ્રેસ તરફથી એક પણ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. આમ ફક્ત ભાજપ પક્ષના જ 2 ઉમેદવારોએ દાવેદારી કરશે અને તે બિનહરીફ જાહેર થશે.

સાંસદ સભ્યોના મૃત્યુના લીધે ખાલી પડી હતી બેઠક

ભાજપના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું કોરોના સંક્રમણને કારણે મોત નિપજ્યું હતું. જેના કારણે ગુજરાત રાજ્યસભાની 2 બેઠકો ખાલી પડી હતી. આમ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આ 2 બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં ફક્ત ભાજપ દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે અને કોંગ્રેસે એક પણ ઉમેદવાર જાહેર કર્યા નથી. જેથી ભાજપના બન્ને ઉમેદવારો વિજેતા જાહેર થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.