ETV Bharat / city

ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળના 19 પ્રધાનોએ ચાર્જ લીધો, જાણો કોણે ક્યાં સમયે લીધો ચાર્જ

ગુજરાત રાજ્યમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામા બાદ નવનિયુક્ત ભુપેન્દ્ર પટેલની ટીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં શનિવારે રાજ્યકક્ષાના કેબિનેટ કક્ષાના પ્રધાનોએ શનિવારે જ ઓફિસનો ચાર્જ લઇને પ્રથમ તબક્કામાં જ અધિકારીઓ સાથે પ્રાથમિક બેઠક કરીને વિભાગો બાબતે માહિતી મેળવી હતી. મળતી માહિતી પ્રમાણે તમામ પ્રધાનો સોમવારથી ચાર્જ લેવાના હતા પરંતું રાજ્યમાં મંગળવારથી શ્રાદ્ધ બેસી જાય છે. જેથી નવા પ્રધાનોએ શનિવાર અને સોમવારે જ ચાર્જ લેવાનું નક્કી કર્યું હતું. તેમના પંડિતો પાસે મુહૂર્ત પણ કઢાવી લીધું હતું.

Nine appointed ministers
Nine appointed ministers
author img

By

Published : Sep 18, 2021, 9:20 PM IST

  • રાજ્યના નવ નિયુક્ત પ્રધાનોએ ઓફિસનો ચાર્જ લીધો
  • ચાર્જ બાદ વિભાગના અધિકારીઓ સાથે યોજી બેઠક
  • કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી રવિવારે 2.30 કલાકે લેશે ચાર્જ

ગાંધીનગર: આજે ભાદરવા સુદ બારશ છે અને શનિવાર છે. શનિવાર હનુમાનજીનો વાર છે. જે નવા કોઈપણ શુભ કામ માટે શુભ મનાય છે. શનિવારે કરેલા કાર્ય હનુમાનજી જેવું મજબૂત થાય છે. આવી માન્યતાને કારણે આજે ચાર્જ લેનારા પ્રધાનો જાણે નવા ઘરમાં રહેવા આવ્યા હોય તે રીતે આ ઈવેન્ટને ઉત્સવ બનાવી દીધો હતો. આજે સવારથી શુભ, લાભ અને ચલ જેવા પ્રવિત્ર ચોઘડીયામાં તેમજ 12.39ના વિજય મુહૂર્તમાં નવા પ્રધાનોએ સ્વર્ણિમ સંકુલ-1 અને સચિવાલયમાં કેબિનનો ચાર્જ લીધો હતો અને આજથી કામની શરૂઆત કરી હતી. આજના ડિજિટલ યુગમાં પણ ભગવાનને સાક્ષી રાખીને શુભ ચોઘડીયામાં લોકો નવા કાર્યોની શુભ શરૂઆત કરે છે. તેવી જ રીતે ધારાસભ્યોમાંથી નવા પ્રધાન બન્યા તેમણે પણ કેબિનનો ચાર્જ લેતી વખતે પરિવાર સાથે પૂજા પણ રાખી હતી અને સારા ચોઘડીયામાં પ્રવેશ કરીને પ્રધાનપદની ખુરશી ગ્રહણ કરી હતી.

ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળના 19 પ્રધાનોએ ચાર્જ લીધો

મહાદેવની કરાઈ પૂજા

ઈશ્વરની સાક્ષીએ ગુજરાતનો વિકાસ કરવાનો સંકલ્પ કરનારા પ્રધાનોએ હોંશેહોંશે કેબિનનો ચાર્જ લીધો હતો. પૂર્વ શિક્ષણપ્રધાન અને સિનીયર નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા નવા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને ચાર્જ આપવા તેમની જોડે રહ્યા હતા. સાથે પૂજા કરી અને પેન પણ ભેટ આપી નવા શિક્ષણપ્રધાનને શુભેચ્છા આપી હતી. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ચાર્જ લેતા પહેલાં પોતાની ઓફિસમાં મહાદેવની સ્થાપના કરી હતી. ભાદરવી બારશ હોવાથી મહાદેવની પૂજા કરવી વિશેષ ગણાય છે, ત્યારે જીતુ વાઘાણીએ પણ ઓફિસમાં ચાર્જ સંભાળતા પહેલા પોતાની કેબીનમાં મહાદેવની સ્થાપના અને પૂજા અર્ચના કરી હતી.

આજના શુભ મુહૂર્ત

  • શુભ સવારના 8 વાગ્યાથી 9.30 કલાક
  • ચલ બપોરના 12.30 થી 2.00 કલાક
  • લાભ 2.00થી 3.30 કલાક
  • અમૃત 3.30થી 5.00 કલાક

6 પ્રધાનો સોમવારે ચાર્જ લેશે

રાજ્યના કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો આજે બપોર પહેલાં જ ઓફિસમાં પ્રવેશ કરીને ચાર્જ લઈ લીધો હતો. કુલ છ જેટલા પ્રધાનોએ ઓફિસના ચાર્જ લેવાથી દૂર રહ્યા હતા. આમ હવે બાકી રહેલા 6 પ્રધાનો હવે સોમવારે શપથ લેશે. સોમવારે ભાદરવી પૂનમ છે અને સોમવાર મહાદેવ એવા શિવજીનો વાર છે. શિવજીના ભક્તો હશે તે પ્રધાનો હવે સોમવારે શુભ ચોઘડીયામાં અને વિજય મુહૂર્તમાં કેબિનનો ચાર્જ લેશે.

ક્યાં પ્રધાનો સોમવારે લેશે ચાર્જ

  • અર્જુનસિંહ ચૌહાણ
  • કિરીટસિંહ રાણા
  • અરવિંદ રૈયાણી
  • કુબેર ડીનોદર
  • આર.સી.મકવાણા

ક્યાં પ્રધાનોએ કેટલા વાગે લીધો ચાર્જ ?

પ્રધાનચાર્જ લેવાનો સમય
રાઘવજી પટેલ 9.15
બ્રિજેશ મેરજા 9.30
જીતુ વાઘાણી 10.15
કીર્તિસિંહ વાઘેલા 12.39
હર્ષ સંઘવી 12.39
જગદીશ પંચાલ 10.20
મનીષા વકીલ 12.10
જીતુ ચૌધરી 1.30
પૂર્ણેશ મોદી 4.15
ઋષિકેશ પટેલ 12.40
વિનોદ મોરડીયા 12.00
પ્રદીપ પરમાર 12.39
નરેશ પટેલ 12.25
કનું દેસાઈ 2.45
મુકેશ પટેલ 4.10
નિમિષા સુથાર 12.39
ગજેન્દ્ર પરમાર 10.30
દેવભાઈ માલમ 11.15

મા ભારતીની પણ કરાઈ પૂજા

ભુપેન્દ્ર પટેલના નવનિયુક્ત કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાન અને આજે ધાર્મિક વિધિ પૂજા શાસ્ત્રોથી ગૃહ પ્રવેશ કરીને ઓફિસનો ચાર્જ લીધો હતો. અનેક પ્રધાનોએ ગણેશ સ્થાપના સાથે પોતાના ઇષ્ટદેવની પણ સ્થાપના કરી હતી. તમામ પ્રધાનો માફક કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મા ભારતીની પણ પૂજા કરીને વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.