- રાજ્યમાં RTE અંતર્ગત ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ
- રાજ્યના શિક્ષણ વિભાગને 1,81,108 અરજીઓ મળી
- સૌથી વધુ અરજી અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 30,482
- સૌથી ઓછી અરજી ડાંગ જિલ્લા 47
- હવે 10 જુલાઈ સુધી સ્ક્રૂટિની કરવામાં આવશે
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ધોરણ-1માં મફત પ્રવેશ મેળવવા માટે રાઇટ ટુ એજ્યુકેશન( RTE ) અંતર્ગત 5 જુલાઇના રોજ અરજી માટેનો અંતિમ દિવસ હતો. આમ 5 જૂલાઇના રાત્રિના 12 વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ ધોરણ એકમાં મફત પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકતાં હતાં, પરંતુ હવે તે અરજીનો સમય પૂર્ણ થયો છે. ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા 10 જુલાઇ સુધીમાં આવેલા તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. જેમાંથી અધૂરી વિગત ધરાવતા ફોર્મ રદ કરવામાં આવશે. 10 જુલાઇ સુધી વાલીઓ દ્વારા પણ ફોર્મ રદ કરાવી શકાય છે.
આ પણ વાંચોઃ FEE અને RTE મામલે ભૂપેન્દ્રસિંહનું મોટું નિવેદન
સૌથી વધુ અરજી અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં, સૌથી ઓછી અરજી ડાંગ જિલ્લામાં
રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત અમદાવાદ શહેર વિસ્તારમાં સૌથી વધુ અરજીઓ પ્રાપ્ત થઇ છે. રાઇટ ટુ એજ્યુકેશન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 30,482 જેટલી અરજી શિક્ષણ વિભાગને પ્રાપ્ત થઈ છે. જે રાજ્યમાં સૌથી વધુ અરજી ધરાવતું શહેર બન્યું છે. જ્યારે સૌથી ઓછી અરજી ડાંગ જિલ્લાથી પ્રાપ્ત થઈ છે, ડાંગ જિલ્લામાંથી ફક્ત 47 અરજીઓ રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રાપ્ત થઈ છે
શહેર અને જિલ્લા પ્રમાણે અરજીની વિગતો
અમદાવાદ જિલ્લો 5106
અમદાવાદ શહેર 30,482
અમરેલી 3035
આણંદ 4573
અરવલ્લી 1236
બનાસકાંઠા 3382
ભરૂચ 3928
ભાવનગર 3558
ભાવનગર કોર્પોરેશન 3693
બોટાદ 2181
છોટાઉદેપુર 667
દાહોદ 1978
ડાંગ 47
દેવભૂમિ દ્વારકા 1952
ગાંધીનગર 3475
ગાંધીનગર કોર્પોરેશન 879
ગીર સોમનાથ 3288
જામનગર 2531
જામનગર કોર્પોરેશન 3827
જૂનાગઢ 5133
ખેડા 3259
કચ્છ 4432
મહેસાણા 3640
મહીસાગર 1001
મોરબી 4178
નર્મદા 529
નવસારી 1946
પંચમહાલ 2170
પાટણ 2213
પોરબંદર 1863
રાજકોટ 8238
રાજકોટ કોર્પોરેશન 11,863
સાબરકાંઠા 1999
સુરત 6163
સુરત કોર્પોરેશન 24,163
સુરેન્દ્રનગર 4191
તાપી 689
વડોદરા 3633
વડોદરા કોર્પોરેશન 8405
વલસાડ 1582
7 કોર્પોરેશન વિસ્તારમાંથી 83,285 અરજીઓ
રાજ્યના મહત્વના શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર શહેરમાંથી જ રાઇટ ટુ એજ્યુકેશન (RTE ) અંતર્ગત કુલ 83,285 અરજીઓ પ્રાપ્ત થઈ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 30,482 સુરત કોર્પોરેશન વિસ્તારમાંથી 24,163 રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાંથી 11,863 વડોદરા કોર્પોરેશન વિસ્તારમાંથી 8405 ભાવનગર કોર્પોરેશનથી 3693, જામનગર કોર્પોરેશન વિસ્તારમાંથી 3827 અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાંથી 879 અરજીઓ પ્રાપ્ત થઈ છે. આમ રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં 30,482 સૌથી વધુ અરજીઓ અને રાજકીય પાટનગર ગાંધીનગરમાં 879 અરજીઓ રાઈટ ટુ એજ્યુકેશન (RTE ) અંતર્ગત પ્રાપ્ત થઈ છે.
આ પણ વાંચોઃ લઘુતમને જ્યારે મહત્તમ માની લેવામાં આવે