ETV Bharat / city

ગુજરાતમાં કુલ વસ્તીના 17 ટકાને રસી આપવામાં આવીઃ સી. આર. પાટીલ - corona vaccine

ગુજરાતમાં કુલ વસ્તીના 17 ટકાને રસી આપવામાં આવી છે તેવી વાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મીડિયા સમક્ષ કહી હતી. ગુરુવારે 45 વર્ષથી ઉપરના 3 લાખ 69ને રસી અપાઈ હતી તેવું પણ તેમને જણાવ્યું હતું.

61 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી
61 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી
author img

By

Published : Apr 2, 2021, 7:42 PM IST

  • 61 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી
  • 45 વર્ષથી ઉપરના 3 લાખથી વધુ લોકોને રસી અપાઈ
  • 2,523 હેલ્પ ડેસ્ક કાર્યરત છે

ગાંધીનગર: રસીકરણ મામલે થયેલી કામગીરી અંગે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કેટલાક મહત્વના આંકડા જણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રસીકરણ મામલે પુર જોશથી કામગીરી થઇ રહી છે. જેમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ વસ્તીના 17 ટકાને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધી 61 લાખ લોકોને રસી આપવામાં આવી છે. તેમાં પણ 45 વર્ષથી ઉપરના 3,00,069 લોકોને રસી અપાઈ છે.

ગુજરાતમાં કુલ વસ્તીના 17 ટકાને રસી આપવામાં આવીઃ સી. આર. પાટીલ

આ પણ વાંચોઃ અરવલ્લીમાં કોવિડ વેક્સિન આપવાની પ્રક્રિયા શરૂ

31 માર્ચ સુધીમાં 50,24,212 લોકોને વેક્સિન અપાઈ

31 માર્ચ સુધીમાં 50,24,212 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. બીજા ડોઝમાં 6,75,262 લોકોને રસી અપાઈ છે. કુલ 57,00,174 લોકોને વેક્સિન આપવામાં આવી છે. કુલ વસ્તીના 17 ટકા ગુજરાતમાં રસીકરણ થયું છે. આ માટે ડોકટરોની ટીમ પણ સારી રીતે કાર્ય કરી રહી છે.

82 ટકા વયમર્યાદા મુજબ રસીકરણ કરવામાં આવ્યું

60 વર્ષના એટલે કે સિનિયર સિટીઝનને જોવા જઈએ તો 82 ટકા વયમર્યાદા મુજબ રસીકરણ કરવામાં આવ્યું છે. 45 વર્ષથી ઉપરના લોકોની વાત કરવામાં આવે તો 3,00,069 લોકોને રસી આપવામાં આવી છે. કુલ 61 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. સુરતમાં જથ્થો ઓછો પહોંચતો હતો તે પણ મુખ્યપ્રધાનને વાત કર્યા પછી વધારવામાં આવશે.

આ પણ વાંચોઃ બારડોલીમાં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

4,500 જેટલા સેન્ટરો શરૂ કર્યા છે

સરકાર દ્વારા 4,500 જેટલા સેન્ટરો શરૂ કરાયા છે. જેમાં 2,523 હેલ્પ ડેસ્ક કાર્યરત છે. 1,86,000થી વધુ BJPના કાર્યકર્તાઓ, પેજ પ્રમુખો અને સદસ્યો કાર્યરત છે. પેજ કમિટીના સદસ્યો સામાજિક જવાબદારી માટે પણ કાર્ય કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.