ETV Bharat / city

આપણી યુનિવર્સિટીમાં અરુણાચલના 15 DYSP શીખી રહ્યાં છે ચાઈનીઝ ભાષા, બીજી બેચ પણ આવશે

આપણી રક્ષાશક્તિ યુનિવર્સિટી પૂર્વોત્તર રાજ્યોના પોલીસ અધિકારીઓ માટે સહાયરુપ બની રહી છે. વાત એમ છે કે દહેગામના લવાડમાં આવેલી રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં ચાઈનીઝ ભાષા શીખવા માટે અરુણાચલ પ્રદેશના 15 DYSPની પહેલી બેચ આવી છે.

આપણી યુનિવર્સિટીમાં અરુણાચલના 15 DYSP શીખી રહ્યાં છે ચાઈનીઝ ભાષા, બીજી બેચ પણ આવશે
આપણી યુનિવર્સિટીમાં અરુણાચલના 15 DYSP શીખી રહ્યાં છે ચાઈનીઝ ભાષા, બીજી બેચ પણ આવશે
author img

By

Published : Sep 23, 2021, 2:13 PM IST

  • રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં આપવામાં આવી રહી છે ટ્રેનિંગ
  • ચાઇનાની બોર્ડર નજીક હોવાથી કેટલાક પ્રોબ્લેમના સોલ્યુશન માટે શીખી રહ્યાં છે ચાઈનીઝ
  • 15 ડીવાયએસપીની પહેલી બેચની 24 સપ્ટેમ્બર સુધી ચાલશે ટ્રેનિંગ

ગાંધીનગરઃ અરુણાચલ પ્રદેશના 15 ડીવાયએસપી પહેલીવાર ચાઈનીઝ લેંગ્વેજ શીખવા માટે ગાંધીનગરના દહેગામની રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં આવ્યાં છે. ખાસ કરીને ચીનની સરહદ પર અરુણાચલ પ્રદેશ આવ્યું હોવાથી ત્યાં ઘૂસણખોરીની શક્યતા વધુ છે. જેથી પોલીસ પણ સતર્ક બની રહી છે અને ચીની ભાષા શીખી રહી છે. આ સતર્કતાના ભાગરૂપે ત્યાંની સરકાર દ્વારા 15 ડીવાયએસપીને અહીં ચાઈનીઝ ભાષા શીખવા માટે મોકલવામાં આવ્યાં છે. જો કે આ તેમની પહેલી બેચ છે આગામી સમયમાં અન્ય બીજી બેચ પણ આવી શકે છે.

રક્ષાશક્તિ યુનિવર્સિટી પૂર્વોત્તર રાજ્યોના પોલીસ અધિકારીઓ માટે સહાયરુપ બની રહી છે

ભારત-ચીનના સંબંધો ખટરાગભર્યાં હોવાથી તૈયારીઓ જરુરી

હાલ ભારત અને ચીન વચ્ચેના સબંધોમાં ખટરાગ જોવા મળ્યો છે ત્યારે ત્યાંની સરહદ પર ઓચિંતી સમસ્યાઓ પણ અવારનવાર સામે આવી છે. તેવામાં ચીન બોર્ડર પર ભારતના રાજ્યો હોવાથી સુરક્ષાનો મુદ્દો મહત્ત્વનો છે. ત્યારે અરુણાચલ પ્રદેશના ડીવાયએસપીને દહેગામ લવાડ પાસે આવેલી રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ ટ્રેનિંગ 24 સપ્ટેમ્બર સુધી ચાલશે. રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં પહેલેથી જ એવા ફેકલ્ટી છે કે જેઓ ચાઇનીઝ ભાષા શીખવી શકે છે. જેમાં ડીવાયએસપી અધિકારીઓ ગત 13મી સપ્ટેમ્બરથી અહીં તાલીમ મેળવી રહ્યાં છે. ઘૂસણખોરોને ધ્યાનમાં રાખી સ્થાનિક અધિકારીઓને ચીની ભાષા શીખવાડવામાં આવી રહી છે.

અરુણાચલ પ્રદેશના 15 DYSPની પહેલી બેચ આવી છે.

સાથે આ બધું પણ શીખી રહ્યાં છે અધિકારીઓઆ અંગે વધુમાં માહિતી આપતાં આ યુનિવર્સિટીના મીડિયા કોર્ડીનેટર કુમાર સવ્યસાચીએ કહ્યું કે, "ફોરેન્સિક, ફોરેન્સિક સાયન્સ, ડિજિટલ ફોરેન્સિક, સાયબર ફોરેન્સિક તેમજ ચાઇનીઝ લેંગ્વેજ શીખવાની ટ્રેનિંગ ઉપરાંત ડેટા ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશનની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. ઇન્વેસ્ટિગેશનને ધ્યાનમાં રાખી આ પ્રકારની ટ્રેનિંગ પ્રોબ્લેમના સોલ્યુશનના ભાગરૂપે શીખવવામાં આવી રહી છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીના પ્લેટફોર્મ પર અહીંથી જ તેમને આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ખાસ કરીને ચાઈનીઝ લેંગ્વેજ શીખવવાની ટ્રેનિંગ પહેલીવાર આપવામાં આવી રહી છે."પોલીસને આ કારણસર શીખવવામાં આવી રહી છે ચાઈનીઝ ભાષા ચાઇનાની ભાષા ખાસ કરીને એટલા માટે શીખવવામાં આવી રહી છે કેમ કે તેમને ચાઇનીઝ ભાષા આવડતી હશે તો ત્યાં ઇન્ફર્મેશન ઝડપથી મળી રહેશે. કેમ કે, બોર્ડર હોવાથી ત્યાંથી અહીં ઘૂસણખોરીની સમસ્યા આવી શકે છે. તે પ્રકારના કેસમાં ભાષા જાણે તો આ પ્રકારના કેસો હેન્ડલ કરી શકાય છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીના જ પ્રોફેસર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. પ્રોફેસર જ એક્સપર્ટ તરીકે જ આ શીખવી રહ્યાં છે. અલગઅલગ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર દ્વારા જુદી જુદી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. યુનિવર્સિટીના કેમ્પસમાં તેમને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આમ આપણે ત્યાં ચાઇનીઝ લેંગ્વેજ પહેલીવાર અરુણાચલ પોલીસને શીખવવામાં આવી રહી છે.આ પણ વાંચોઃ ચીને અરુણાચલ પ્રદેશના પાંચ યુવકો ભારતને પરત સોંપ્યા

આ પણ વાંચોઃ અરુણાચલ પ્રદેશમાં શહીદ થયેલા જવાનો પાર્થિવ દેહ વતન તાલાલા લવાયો, અંતિમવિદાયમાં જોડાયા લોકો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.