ETV Bharat / city

રાજ્યમાં કોરોનાના નવા 14,296 કેસ નોંધાયા, 157ના થયા મોત

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,296 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી વધુ 157 દર્દીના મોત થયા છે. તેમજ રાજ્યમાં આજે રવિવારે 6,727 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાના નવા 14,296 કેસ નોંધાયા

author img

By

Published : Apr 25, 2021, 9:51 PM IST

  • રાજ્યમાં કોરોનાનો કેર યથાવત
  • 24 કલાકમાં નવા 14,296 પોઝિટિવ કેસ
  • 6,727 દર્દીઓએ કોરોનાને આપી માત

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને રિકવરી રેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 14,296 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયાં છે. જ્યારે આજે રવિવારે કોરોનાને લીધે સૌથી વધુ 157 લોકોના મોત પણ થયા છે.

અમદાવાદમાં કોરોનાના નવા 5,790 કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 5,790 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1,590 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. રાજ્યમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 26 મૃત્યુ કોરોનાને કારણે નોંધાયા છે. સુરતમાં 1,690 રાજકોટમાં 608 અને વડોદરામાં 573 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યનો રિકવરી રેટ પણ ઘટીને 75.54 ટકા નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,74,699 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

કોરોના ગ્રાફ
કોરોના ગ્રાફ

આ પણ વાંચોઃ ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,097 પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં આજે કેટલા નાગરિકોનું થયું રસીકરણ?

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે કુલ 1,24,539 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 93,63,159 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 19,32,370 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 1,12,95,536 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યમાં કોરોનાના નવા 14,296 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના નવા 14,296 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,14,600 સ્ટેબલ એક્ટિવ કેસ છે. જેમાં 406 લોકો વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ મૃત્યુ 6,328 નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.