- રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
- છેલ્લા 24 કલાકમાં 32 પોઝીટીવ કેસ નોંઘાયા
- 161 દર્દીઓ કોરોનાને માત આપી
ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મેં અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં 50 થી ઓછા કેસ સામે આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકની અંદર 32 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે સૌથી વધુ 161 દર્દીઓએ કોરોના ને મોત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક જ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ નથી થયું. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ સીટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો: Corona Update: ગુજરાતમાં 24 કલાકમાં કોરોના પોઝિટિવ દર્દીઓના 42 કેસ, એક પણ મૃત્યુ નહીં
રાજ્યમાં 2,54,759 વ્યક્તિનું વેક્સિનેશન કરાયું
રાજ્યમાં 7, 8 અને 9 જુલાઈના રોજ વેકસીનેશન બંધ રાખવામાં આવ્યું હતું અને 10 જુલાઈથી વેકસીનેશન ફરી શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે 12 જુલાઈના રોજ રાજ્યમાં 2,54,759 નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં કુલ 2,81,15,181 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જેમાં 18 વર્ષથી વધુની વયના 1,26,017 લોકોને પ્રથમ ડોઝ અને 6,470 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના થી એક પણ મૃત્યુ નહિ, કુલ 62 કેસ નોંધાયા
રાજ્યમાં એક્ટિવ કેસ 900થી નીચે
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 801 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 07 વેન્ટિલેટર પર અને 794 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,074 દર્દીના સારવાર દરમિયાન નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,13,399 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.68 ટકા સુધી પહોંચ્યો છે.