ETV Bharat / city

100 crore dose celebration: CM ભૂપેન્દ્ર પટેલે આરોગ્યકર્મીઓને પેંડા ખવડાવીને ઉજવણી કરી

કોરોનાની વૈશ્વિક મહામારીથી બચવા માટે સમગ્ર દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશનની (Vaccination) પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે 21 ઑક્ટોબરના રોજ સમગ્ર દેશમાં કુલ સો કરોડ જેટલા વેક્સિન ડોઝ (100 crore dose celebration) આપવામાં આવ્યા છે. આ અવસરે રાજ્ય સરકાર દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

100 crore dose celebration:  CM ભૂપેન્દ્ર પટેલે આરોગ્યકર્મીઓને પેંડા ખવડાવીને ઉજવણી કરી
100 crore dose celebration: CM ભૂપેન્દ્ર પટેલે આરોગ્યકર્મીઓને પેંડા ખવડાવીને ઉજવણી કરી
author img

By

Published : Oct 21, 2021, 4:19 PM IST

  • દેશમાં રસીકરણના 100 કરોડ ડોઝ પૂર્ણ
  • રાજ્યના મુખ્યપ્રધાન તાત્કાલિક ધોરણે આરોગ્યકર્મીઓને મળવા પહોંચ્યા
  • સેકટર 2 ખાતેના અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્યકર્મીઓને મોંં મીઠું કરાવ્યું
  • સમગ્ર રાજ્યમાં થશે ઉજવણી

ગાંધીનગર :રસીકરણની સિદ્ધિની ઉજવણીને લઇને કેબિનેટ બેઠકમાં પણ સમગ્ર રાજ્યના પીએચસી સેન્ટર સેન્ટર અર્બન હેલ્થ સેન્ટર અને સરકારી હોસ્પિટલમાં રંગોળી અને લાઇટિંગ કરીને ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આજે 100 crore dose લક્ષ્ય પૂર્ણ થતાં રાજ્ય સરકારે ઉજવણીની (celebration) તૈયારી શરૂ કરી છે, સાથે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel ) તાત્કાલિક ધોરણે ગાંધીનગર સેક્ટર 2 ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આરોગ્ય કર્મચારીઓની શુભેચ્છા મુલાકાત કરી હતી.

આરોગ્યકર્મીઓને આપવામાં આવી શુભેચ્છાઓ

100 કરોડ ડોઝ (100 crore dose) પૂર્ણ થતાની સાથે જ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ CM Bhupendra Patel ગાંધીનગર હેલ્થ સેન્ટર ખાતે પહોંચ્યા હતાં અને વેક્સિનેશનની (Vaccination) કામગીરી સાથે જોડાયેલા આરોગ્ય કર્મચારીઓને શુભેચ્છા પાઠવીને તેમને મોં મીઠું કરાવ્યું હતું. મહત્વની વાત કરવામાં આવે તો આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે પણ હાજર હતાં ત્યારે મુખ્યપ્રધાને આરોગ્ય કમિશનર શિવહરેને પણ પેંડા ખવડાવીને અભિનંદન પાઠવ્યાં હતાં.

દેશનો અત્યાર સુધીનો રસીકરણનો આંકડો

70,83,18,703 પ્રથમ ડોઝ
29,16,97,011 બીજો ડોઝ

અત્યાર સુધીનો રસીકરણનો આંકડો

પ્રથમ ડોઝ 4,41,65,347
બીજો ડોઝ 2,35,06,129

કુલ 6.76 કરોડ ડોઝ
સમગ્ર દેશમાં ગુજરાતનો ફાળો 6.7%

ગુજરાત રાજ્યમાં પ્રતિ 10 લાખ બે ડોઝના લાભાર્થીએ 6,86,191 રસીનો ડોઝ આપવામાં આવ્યો છે જેમાં સમગ્ર દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસરનું સ્થાન ધરાવે છે.

100 ટકા વેક્સિનેશન પર એક નજર

ગુજરાત રાજ્યમાં વેક્સિનેશનની જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના કેબિનેટ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સો ટકા જેટલું વેક્સિનેશન પ્રથમ ડોઝનું (Vaccination) કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લા પંચાયત, મહીસાગર જિલ્લા પંચાયત જૂનાગઢ અને તાપી જિલ્લા પંચાયતમાં પણ પ્રથમ ડોઝનું સો ટકા રસીકરણનું કામ કરી દેવામાં આવ્યું છે. જ્યારે સમગ્ર રાજ્યમાં 90 ટકાની આસપાસ રસીકરણ પૂર્ણ થયું છે ત્યારે આગામી ટૂંક જ સમયમાં રાજ્યમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ભારતે રચ્યો ઇતિહાસ: રસીકરણના 100 કરોડ ડોઝનો ટાર્ગેટ કર્યો પૂર્ણ

આ પણ વાંચોઃ ભારતે મેળવી સિદ્ધિ, ગુજરાતમાં પણ 90 ટકાથી વધુ વેક્સિનેશન પૂર્ણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.