અક્ષરધામમાં વર્ષ 1992માં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા દિવાળીના તહેવાર ઉપર દીપ પ્રગટાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી લઈને સતત 27 વર્ષ સુધી દર વર્ષે દિવાળીના તહેવાર ઉપર પાંચ દિવસ સુધી 10 હજાર દીવડાનો ઝગમગાટ કરવામાં આવે છે. અક્ષરધામ મંદિરના દર્શન કરવાથી શ્રદ્ધાળુઓને ધન્યતા અનુભવાય છે અને આ પ્રકારનો રોશનીનો ઝગમગાટ નયનરમ્ય લાગતો હતો.
અક્ષરધામ મંદિરના પ્રવક્તા જયેશ માડણકાએ કહ્યું કે, અંધકારમાંથી ઉજાસ તરફ જવાનું પર્વ એટલે દિવાળી. દિવાળીના દિવસોમાં અક્ષરધામ મંદિર દિવાળીથી લાભપાંચમ સુધી દરરોજ સાંજે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી રોશની કરવામાં આવે છે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા રોશની કરવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી લઈને સતત ચાલુ વર્ષે 27મા વર્ષે તે સિલસિલો ચાલુ રાખવામાં આવ્યો છે. રોશનીને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્ય અને વિદેશમાં રહેતા ભારતીયો પણ દિવાળીનો તહેવાર વતનમાં મનાવવા આવતા હોય છે ત્યારે અચૂક નિહાળવા આવે છે.