ગાંધીનગર: શ્રમિક સ્પેશિયલ ટ્રેન બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચીવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં 20મી સુધી 633 જેટલી ટ્રેનોમાં કુલ નવ પોઇન્ટ 18 લાખ શ્રમિકોને પોતાના વતન પહોંચાડવામાં આવ્યાં છે જ્યારે ગઈકાલે સમગ્ર દેશમાંથી ફક્ત ગુજરાતમાં 71 જેટલી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. જ્યારે કુલ 633 જેટલી શ્રમિકો માટે સ્પેશિયલ ટ્રેન ઉતરાખંડ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ ઝારખંડ અને બિહાર જેવા રાજ્યોમાં મોકલવામાં આવી છે. જેમાં 9.18 લાખ જેટલા લોકો પોતાના વતનમાં પહોંચ્યાં છે. આ સાથે જ આજે વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે જેમાં વધુ 1.12 લાખ જેટલા શ્રમિકો પોતાના વતન જશે, આજ આજ રાત સુધીમાં કુલ 10.20 લાખ જેટલા શ્રમિકો ગુજરાતથી પોતાના વતન ફર્યા છે.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉન-4માં રાજ્ય સરકારે અનેક છૂટછાટ આપી છે ત્યારે રાજ્ય સરકારની એસટી બસો પણ ફરીથી ઝોન પ્રમાણે શરૂ થઈ છે. ત્યારે આ બાબતની જાણકારી અશ્વિનીકુમારે આપતા જણાવ્યું હતું કે ફક્ત એક જ દિવસમાં 46 એક્સપ્રેસ અને અન્ય 6445 જેટલી લોકલ ટ્રીપ કરી હતી જેમાં ફક્ત એક જ દિવસમાં 23,069 પ્રવાસીઓએ લાભ લીધો છે. જ્યારે લોકડાઉન દરમિયાન પણ શ્રમિકોને રેલવે સ્ટેશન સુધી પહોંચાડવા માટે પણ એસટી બસોનો ઉપયોગ થતો હતો ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગુજરાત એસટી વિભાગને અભિનંદન પાઠવ્યાં છે.