ETV Bharat / city

કચ્છ સરહદી વિસ્તારમાં 1 મિલિયન એકર ફિટ નર્મદાની પાણી પહોંચશે - નર્મદા નદી

ગુજરાતના કચ્છ જિલ્લાને તરસ્યો જિલ્લો પણ ગણવામાં આવે છે ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કચ્છ જિલ્લા અંતે મહત્વની યોજનાની જાહેરાત કરી હતી. જેમાં નર્મદાના પૂરના પાણી દરિયામાં ના જાય અને તેનો પૂરતો ઉપયોગ કરવામાં આવે તે માટે 3,474 કરોડના ખર્ચે કચ્છના સરહદી વિસ્તારમાં નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફિટ પાણી પહોંચાડવાની જાહેરાત કરવામાં આવી છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી
author img

By

Published : Jul 5, 2021, 7:19 PM IST

  • રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો નિર્ણય
  • કચ્છના સરહદી ગામોમાં 1 મિલિયન એકર ફિટ નર્મદાના નીર પહોંચશે
  • રાજ્ય સરકારે 3475 કરોડના ખર્ચે કામ શરૂ કર્યા

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી બધા કચ્છના સરહદી ક્ષેત્રમાં નર્મદાના વધારાનું એક મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં નર્મદાના પૂરના વધારાના પાણીનો રૂપિયા 3,474 કરોડના પ્રોજેક્ટથી નર્મદાનું પાણી કચ્છના સરહદી વિસ્તારોમાં પહોંચાડી શકાશે. આ યોજનાથી કચ્છ જિલ્લાના રાપર અંજાર મુન્દ્રા માંડવી ભુજ અને નખત્રાણા આમ 6 તાલુકાના 96 ગામોની 2,35,000 એકર જમીનને નર્મદાના પાણીની સુવિધા મળતી રહેશે જ્યારે 3.80 લાખ માનવ વસ્તીને આ પાણીનો લાભ મળશે.

ભુર્ગભ જળ પણ ઉંચા આવશે

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા જાહેર કરેલી યોજનાના કારણે કચ્છ પ્રદેશના ચેકડેમ અને તળાવમાં પણ આ પાણી નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી આ આયોજનથી કચ્છના ભૂગર્ભજળ પણ ઊંચા આવશે. જ્યારે નર્મદાના પાણીથી કચ્છના ખેડૂતો મબલખ પાક ઉત્પાદન લઈને આર્થિક સમૃદ્ધિ મેળવી શકે તેમ જ ઢોરઢાંખર માટે ઘાસચારાની સમસ્યાઓ પણ હલ થશે. જેથી પાણીના અભાવે ઢોરઢાંખરનું થતું સ્થળાંતરણ અટકાવવા અને પશુઓને ઘાસચારો ઉપલબ્ધ થતા દૂધ ઉત્પાદનમાં પણ વધારો થશે.

કચ્છના 38 જળાશયો માં નર્મદાનું પાણી

આ યોજનાના કારણે કચ્છના સરણ જળાશય સહિત 38 જળાશયોમાં નર્મદાનું પાણી નાખવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આમ, કચ્છના પ્રજાજનોની નર્મદાના પાણીની માંગણી બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ફેઝ 1 અંતર્ગત 3474 કરોડ રૂપિયાના અંદાજિત કામો તાત્કાલિક ધોરણે હાથ ધરવા માટે રાજ્યના જળસંપત્તિ વિભાગને પણ સૂચના આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.