- જરૂરિયાતમંદ કોરોના વોરિયર્સને અપાશે કીટ
- 1 લાખ કિટનું વિતરણ કરાશે
- રાજ્યપાલની પ્રેરણાથી સેવાયજ્ઞનો પ્રારંભ કરાયો
ગાંધીનગર: ગુજરાતના રાજ્યપાલ આયાર્ય દેવ વ્રતની પ્રેરણાથી રાજભવન દ્વારા ચાલી રહેલા કોરોના સેવાયજ્ઞ અંતર્ગત રાજ્યના એક લાખ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને જીવન ઉપયોગી ચીજવસ્તુઓની કીટ પહોંચાડવાના અભિયાનનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરાયો હતો. આ કિટમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ કોરોના વોરિયર્સને આપવામાં આવશે. જેમાં આજથી જ ટ્રકો ભરીને કીટ પહોંચતી કરવામાં આવી છે.
13 વાહનોમાં 11 હજાર કીટ રવાના કરવામાં આવી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, જ્યા જરૂર હશે ત્યાં કિટ પહોંચાડાવામાં આવશે. 13 વાહનો ભરીને 11 હજાર કીટ ગાંધીનગર રાજભવનથી રવાના કરવામાં આવી છે. 14 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાનએ રાજ્યપાલ સાથે મિટિંગ કરી હતી. જેમાં રાજ્યપાલની ભૂમિકાને ધ્યાનમાં રાખી અમે આ સેવાયજ્ઞનો નિર્ણય લીધો હતો. જેમાં નર્સ સહિતના પેરમેડીકલ સ્ટાફ, વર્ગ ચારના કર્મચારીઓ કે જેઓ હોસ્પિટલમાં કામ કરે છે તેમને આ કીટ આપવામાં આવશે. જેમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ મૂકવામાં આવી છે.
આ પણ વાંચોઃ કોરોનાના નવા 3.86 લાખની સાથે દેશભરમાં કોરોનાનો હાહાકાર, 24 કલાક ચલાવવા પડે છે સ્મશાન
દર 10 દિવસે કિટ ગાંધીનગરથી સમગ્ર રાજ્યમાં પહોંચતી કરવામાં આવશે
જોકે, 10 દિવસના સમયગાળામાં દરરોજ કીટ અહીંથી ગુજરાતભરમાં પહોંચતી કરવામાં આવશે. અત્યારે 11 હજાર કીટ રવાના કરાઇ છે. 1 લાખ કીટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વોરિયર્સને આ કીટ અપાશે. જેઓ નિશ્ચિત થઈને પોતાના કામમાં જોડાયલા રહે અને તણાવ મુક્ત રહી કાર્ય કરે તે હેતુથી આ સેવાયજ્ઞનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.