ETV Bharat / city

ગીર સોમનાથ: રોજગારીની માગ સાથે અંબુજા કંપની વિરુદ્ધ ધરણાં કરનારા 2ની તબિયત લથડી - કોડીનારના તાજા સમાચાર

કોડીનારના વડનગર ગામે આવેલી અબુંજા સિમેન્ટ કંપની સામે સ્થાનિક બેરોજગાર યુવાનો ધરણાં પર બેસ્યા હતા. જેમાંથી 2 લોકોની તબિયત લથડી છે. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

રોજગારીની માગ સાથે અંબુજા કંપની વિરુદ્ધ ધરણાં કરનારા 2ની તબિયત લથડી

author img

By

Published : Oct 5, 2020, 3:23 AM IST

ગીર સોમનાથ: કોડીનારના વડનગર ગામે આવેલી અબુંજા સિમેન્ટ કંપની સામે સ્થાનિક બેરોજગાર યુવાનો ધરણાં પર બેસ્યા હતા. જેમાંથી 2 લોકોની તબિયત લથડી છે. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ સિમેન્ટ કંપનીની સ્થાપના કરવા સમયે સ્થાનિકોને રોજગારી આપવાનું કહી જમીન મેળવવામાં આવી હતી, પરંતુ આજની તારીખે વડનગર ગામમાં 200થી વધુ શિક્ષિત બેરોજગાર હોવા છતાં કંપની આ યુવાનોને રોજગારી આપવા માટે નનયો ભણે છે. જેથી 20 જેટલા યુવાનો ગત 12 દિવસથી કંપની સામે ઉપવાસ પર બેઠા હતા. જેમાંથી 2 યુવાનોની તબિયત લથડી છે.

ધરણાં અને ઉપવાસ કરી રહેલા આ યુવાનોને સરપંચ એસોસિએશને સમર્થન આપ્યું છે. આ યુવાનોને 40થી વધુ સરપંચોએ સમર્થન આપ્યું છે.

આ અંગે સરપંચોએ જણાવ્યું કે, ખાનગી કંપનીઓ સ્થાનિકોને રોજીરોટી આપવાનું કહી કામગીરી શરૂ કરે છે. બાદમાં સ્થાનિક યુવાનો જ રોજગારીથી વંચિત રહી જાય છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ખેતરોમાં કંપનીની માઈન્સના પાણી ફરી વળ્યા હતાં. જેથી તે સમયે ખેડૂતોએ આ કંપનીને ઘેરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.