દીવા- સંઘપ્રદેશ દીવમાં યોજવામાં આવેલી જાહેર સભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હાજરી (Union Home Minister Amit Shah visits Union Territory of Diu )આપીને પાછલા આઠ વર્ષ (Eight years of Modi rule)દરમિયાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોને ગણાવીને 58 વર્ષ સુધી દેશમાં કોંગ્રેસના શાસનને હતાશાપૂર્ણ ગણાવીને મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. આજની સભામાં ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત, દીવ દમણના પ્રશાસક પ્રફુલ પટેલ, રાજ્યના કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ હાજર રહીને કેન્દ્ર સરકારની આઠ વર્ષની ઉપલબ્ધિની (Achievements of Modi Government) ઉજવણી કરી હતી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન તરીકે અમિત શાહે દીવમાં પ્રથમ જાહેર સભા સંબોધી -કેન્દ્ર સરકારની આઠ વર્ષનીઉપલબ્ધિઓ (Eight years of Modi rule)લોકો સુધી પહોંચે તે માટે આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જાહેર સભાને સંબોધી હતી. આ સભામાં તેમણે કોંગ્રેસના 58 વર્ષના શાસનને યાદ કરીને મોદી સરકારના આઠ વર્ષના સુશાસનના ભરપેટ વખાણ (Achievements of Modi Government) કર્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah visits Union Territory of Diu )કોંગ્રેસની 58 વર્ષની પાછલી સરકારો પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે 58 વર્ષ સુધી દેશમાં વિકાસના નામે માત્ર વાતો થતી હતી પરંતુ આજે અમારી આઠ વર્ષની સરકારના સમયગાળામાં ખાસ કરીને રક્ષાના ક્ષેત્રમાં તોપ અને ગોળાનું નિર્માણ કરીને રક્ષા ક્ષેત્રમાં ભારતને વધુ મજબૂત બનાવ્યું છે. કોંગ્રેસની સરકારમાં રક્ષા ઉપકરણો અને હથિયારો માટે વિદેશ પર નિર્ભર રહેવું પડતું હતું પરંતુ મોદી સરકારે રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બતાવીને દેશમાં સ્વદેશી હથિયારો બનાવવાની કામગીરી શરૂ કરી.
આ પણ વાંચોઃ કેન્દ્રિય ગૃહપ્રધાને દિવમાં કરી મહત્વની બેઠક, મહારાષ્ટ્રના CM ગેરહાજર
58 વર્ષ સુધી વિકાસનું ટીપું આવતું હતું, આજે ધોધ વહે છે -કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે 175 કરોડના ખર્ચે સંઘ પ્રદેશ દીવમાં વિવિધ વિકાસના કામોનો ડિજિટલ માધ્યમથી ખાતમુહુર્ત (Union Home Minister Amit Shah visits Union Territory of Diu )કર્યું હતું. અમિત શાહે કેન્દ્રની પૂર્વ સરકારો પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દીવમાં વિકાસના નામે ટીપા જેટલો પ્રવાહ આવતો હતો પરંતુ મોદી સરકારમાં હવે વિકાસનો ધોધ વહી રહ્યો (Achievements of Modi Government) છે તેને તેઓ નજર સમક્ષ જોઈ રહ્યા છે અને આવનારી 2024 ની લોકસભાની સામાન્ય ચૂંટણીનું પરિણામ તેઓ નજર સમક્ષ નિહાળી રહ્યા છે. આગામી સમયમાં વિદેશના પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને તાજ હોટલનું નિર્માણ થવા જઇ રહ્યું છે જેનો લાભ દીવના પર્યટન ઉદ્યોગને પણ થશે.
દીવના દરિયા પર કેબલ કારનું કરાયું ખાતમુહૂર્ત -સંઘ પ્રદેશ દીવના પ્રશાસક પ્રફુલ પટેલ (Praful Patel Diu Administrator) દીવના વિકાસ કાર્યોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આજે દીવના ઘોઘલા બીચથી દીવ તરફ જતા સમુદ્ર પર અંદાજિત 40 કરોડ કરતા વધુના ખર્ચે કેબલ કાર યોજનાનું (Diu cable car Yojna)ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કેબલ કાર યોજના સાકાર થતા દીવનો વિકાસ વિશ્વસ્તરીય પ્રવાસનને વેગ (Achievements of Modi Government) આપશે. દરિયા પર પ્રવાસીઓ બેઠા બેઠા વેકેશનના સમયમાં તેનો અનુકૂળ સમય પસાર કરી શકે અને ભોજન સહિત પ્રવાસનની મજાનો આનંદ મેળવી શકે તે માટેનું આયોજન થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે દીવ હવે ધીમે ધીમે લઘુ ભારત બની રહ્યું છે. આવી પરિસ્થિતિમાં દીવના વિકાસને લઈને કેન્દ્રની સરકારે જે પ્રકલ્પોના લોકાર્પણ કર્યાં છે તે દીવના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ આપશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાજપ મોદી મોજિકના સહારે, આ કારણોસર રાજ્યમાં કોઈ જોખમ નહીં લે
કોરોનાકાળમાં વિશિષ્ટ સેવા બદલ લોકો અને કર્મચારીઓને બિરદાવ્યાં- આજની જાહેર સભામાં સંઘ પ્રદેશ દીવના અધિકારીઓ કર્મચારીઓ કે જેમને કોરોનાકાળમાં વિશિષ્ટ સેવાઓ બદલ ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah visits Union Territory of Diu ) ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત દીવ દમણના પ્રશાસક પ્રફુલ પટેલ રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં. અમિત શાહ સભા શરૂ કરતાં પૂર્વે ભારતમાતાનો જય ઘોષ કર્યો હતો. જેમાં સભામાં હાજર દીવવાસીઓએ ભારત માતાની જયનો નારો બોલાવીને સભામાં ભારતીયતાનો પ્રાણ પૂર્યો હતો. આજે રાત્રી દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહ khukri memorial માં પણ મુલાકાતે જશે અને અહી પણ પ્રવાસનને લગતા કેટલાક વિકાસકાર્યોનું લોકાર્પણ(Achievements of Modi Government) કરીને આવતીકાલે સવારે દીવનો પ્રવાસ પૂર્ણ કરશે.