ETV Bharat / city

જીવ અને શિવના અનોખા મિલન સમું દીવનું ગંગેશ્વર મહાદેવ જેમાં ભક્તો ધરાવે છે અનોખી શ્રદ્ધા

જ્યા મહાદેવને ખુદ અભિષેક કરવા સમુદ્ર તલપાપડ હોય તેવું પ્રાચીન અને વિશ્વનું એક માત્ર મંદિર જ્યાં ભક્તોની વર્ષ દરમિયાન દર્શન માટે લાંબી કતારો લાગે છે.

જીવ અને શિવનું અનોખા મિલન સમું દીવનું ગંગેશ્વર મહાદેવ જેમાં ભક્તો ધરાવે છે અનોખી શ્રદ્ધા

author img

By

Published : Aug 7, 2020, 4:18 PM IST

દીવઃ જીવ અને શિવના અનોખા સંગમ સમાં દીવમાં બિરાજતા ગંગેશ્વર મહાદેવ. એક તરફ સતત ગતિમાં રહેતો મેરામણ તો બીજી તરફ આ ગતિને નિયંત્રિત કરતા ગંગેશ્વર મહાદેવના શ્રાવણ માસમાં દર્શન કરીને દર્શનાર્થીઓ પાવન થાય છે.

આશરે 5000 વર્ષ પુરાણું ગંગેશ્વર મહાદેવ મંદિરનું સ્થાપન પ્રાચીન કાળમાં પાંડવોના વનવાસ દરમીયાન કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. દીવના દરિયા કાંઠે પાંડવો જયારે વનવાસ દરમિયાન અહી આવ્યા હતા. ત્યારે તેમની ટેક પ્રમાણે શિવના દર્શન કાર્ય બાદ જ પાંડવો ભોજન ગ્રહણ કરતા, પરંતુ દીવના દરિયા કાંઠે કોઈ શિવ મંદિર નહિ હોવાને કારને પાંડવો દ્વારા અહી તેમના શરીરના કદ પ્રમાણે દરિયા કાંઠે આવેલા મીઠા પાણીના એક કુંડ પાસે શિવલીંગની સ્થાપના કરી ત્યારથી અહી ભોલેનાથ ગંગેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે. જયારે દીવના દરિયા કાંઠે ગંગેશ્વર મહાદેવનું સ્થાપન કરવામાં આવ્યું ત્યારે અહીંથી દરિયો ઘણો દુર હતો પણ કાળક્રમે દરિયાનો વિસ્તાર વધતા ગંગેશ્વર મહાદેવ હાલ દરિયાના કાંઠે બિરાજતા થયા છે.

જીવ અને શિવનું અનોખા મિલન સમું દીવનું ગંગેશ્વર મહાદેવ જેમાં ભક્તો ધરાવે છે અનોખી શ્રદ્ધા

પાંડવોના વનવાસ દરમિયાન શિવલિંગના સ્થાપન સમયે દીવના દરિયા કાંઠે આવેલા મીઠા પાણીના કુંડમાં સફેદ પાણી હતું જેને લઈને આહીના મહાદેવને ગંગા સ્વરૂપ નામ પાંડવો દ્વારા આપવામાં આવ્યું હોવાનું પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે શિખર વગરના આ મંદિર પર શિખર બાંધવાના અનેક વખત પ્રયાશો કરવામાં આવ્યા હતા પણ આજદિન સુધી મંદિરને શિખર બદ્ધ કરવામાં સફળતા મળી નથી સ્કંધપુરાણમાં પણ ગણેશ્વર મહાદેવનો ઉલેખ કરવામાં આવ્યો છે તેમજ આ મંદિર સોલંકી યુગમાં બાંધવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે પ્રાચીન કાળથી અહી કોઈ કાયમી પુજારી ન હોવાને કારને અહી આવતા દર્શનાર્થીઓ ગંગેશ્વર મહાદેવની પૂજા મુક્ત મને કરે છે દીવ ફરવા આવતા પ્રવાસીઓ અહી આવીને ભક્તિમય માહોલમાં ખોવાઈ જાય છે ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં આખું વર્ષ માનવ મહેરામણ ઉમટી મ્હાદેના દર્શન કરીને ભાવ વિભોર થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.