ETV Bharat / city

વલસાડ SOGએ ગેરકાયદેસર સગેવગે થતો યુરિયા ખાતરનો જથ્થો ઝડપ્યો

વલસાડ જિલ્લાના દેગામ ગામે સહકારી મંડળીના સંચાલકો અને GIDCના કંપની સંચાલકો દ્વારા ખેડૂતોને આપવાના યુરિયા ખાતરને ગેરકાયદેસર વેચવા- ખરીદવાના કૌભાંડનો વલસાડ SOGએ પર્દાફાશ કરી 6 જેટલા લોકોની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Valsad
Valsad
author img

By

Published : Feb 17, 2021, 8:02 PM IST

  • દેગામ ગામેથી ઝડપાયું ગેરકાયદેસર યુરિયા ખાતર
  • SOGએ 100 જેટલી બેગ સાથે ટેમ્પો ઝડપ્યો
  • ખાતરના કૌભાંડીઓ સામે કાર્યવાહી કરવા વધુ તપાસ હાથ ધરી
    યુરિયા ખાતરનો જથ્થો
    યુરિયા ખાતરનો જથ્થો

વાપી: વલસાડ જિલ્લાના સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ દ્વારા વાપી નજીક દેગામ ગામની સહકારી ખાતર મંડળીમાંથી અન્યત્ર સગેવગે થતો યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડી 6 શખ્સોની અટક કરી છે. જોકે સમગ્ર મામલે ક્યાંય કાચું ના કપાઈ જાય તેને ધ્યાને રાખીને વિગતો આપવાનું હાલ મુલત્વી રખાયું છે. વાપીમાં SOGએ યુરિયા ખાતરના કૌભાંડને ઝડપ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રવિવારે દેગામ ગામમાં આવેલી ખાતરની સહકારી મંડળીની 100થી વધુ યુરિયા બેગ ભરેલી એક ટેમ્પોને SOGની ટીમે ઝડપ્યો હતો. જેમાં ટેમ્પોના માલિક મુકેશ આહીરની પૂછપરછ કરી યુરિયાનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે. તેની વિગતો મેળવી હતી.

કંપનીઓમાં સગેવગે થતું યુરિયા ખાતર ઝડપ્યું

વિગતો આધારે SOGની ટીમે સહકારી મંડળીના સંચાલક પ્રવીણ પટેલ સહિત ગેરકાયદેસર યુરિયા સગેવગે કરવામાં સંકળાયેલા અન્ય શખ્સોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ખેડૂતો માટેનું ખાતર અન્યત્ર વાપીની કંપનીઓમાં સગેવગે કરી કૌભાંડ આચરનાર શખ્સોના લાગતા વળગતા રાજકીય મળતીયાઓએ ગાંધીનગરથી ફોન કરાવવાનું શરૂ કરતાં પોલીસ અવઢવમાં મુકાઈ ગઈ હતી.

યુરિયા ખાતરનો જથ્થો
યુરિયા ખાતરનો જથ્થો

કૃષિવિભાગને જાણ કરી વધુ તપાસ હાથ ધરી

સમગ્ર મામલે પોલીસે કૃષિવિભાગમાં જાણ કરી આ મામલે ક્યાંય કાચું ના કપાઈ જાય તેની ઝીણવટભરી કાળજી લઈ ખરેખર યુરિયાનો પકડાયેલો જથ્થો સહકારી મંડળીનો જ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. હાલ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ SOGએ આ કૌભાંડ અંગે મીડિયાને કોઈપણ પ્રકારની વિગતો આપવાનું ટાળી બુધવારે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ વિગતો આપવાનું નક્કી કર્યું છે.

યુરિયા ખાતરના કૌભાંડીઓમાં ફફડાટ

બીજી તરફ જિલ્લામાં કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા જિલ્લા પોલીસવડા અને વાપી ડિવિઝનના DYSPના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાની પોલીસ કોઈની પણ શરમ રાખ્યા વિના કાયદાનો દંડો ઉગામતા અચકાતી નથી, ત્યારે ગેરકાયદેસર યુરિયા ખાતરના કૌભાંડ મામલે પણ કોઇની શરમ નહિ રાખે તેવી ચર્ચાએ યુરિયા ખાતરના કૌભાંડીઓમાં ફફડાટ ફેલાવ્યો છે.

ગુજરાતમાં ચકચાર જગાવનારું વધુ એક યુરિયા ખાતરનું કૌભાંડ

ઉલ્લેખનીય છે કે, વાપી GIDCમાં મોટી કેમીકલ ફેક્ટરીઓ ધરાવતા અને GIDCના એસોસિએશનમાં સક્રિય ભૂમિકા ભજવતા ઉદ્યોગપતિઓ વર્ષોથી આ પ્રકારે ખેડૂતોના હકનું ખાતર ગેરકાયદેસર રીતે પોતાના ઉદ્યોગોમાં વાપરતા આવ્યા છે એ જગજાહેર છે. વર્ષો પહેલા પણ આવું જ મોટું યુરિયા ખાતરનું કૌભાંડ પકડાઈ ચૂક્યું છે, ત્યારે ગુજરાતમાં ચકચાર જગાવનારું વધુ એક યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયા બાદ રાજકારણીઓ અને ઉદ્યોગકારોના પગ નીચે રેલો આવ્યો છે. જ્યારે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં વિગતવાર ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવા કવાયત શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.