ETV Bharat / city

ઉમરગામ કોંગ્રેસ આ પ્રકારના મુદ્દાઓ પર નગરપાલિકાની ચૂંટણી લડશે - વલસાડના તાજા સમાચાર

વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકામાં 28 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ગત ટર્મમાં ભાજપના ફાળે રહેલી ઉમરગામ નગરપાલિકામાં આ વખતે કોંગ્રેસે મજબૂત ઉમેદવારોને મેદાને ઉતારી 5 વર્ષમાં નગરપાલિકા વિસ્તારમાં ગટર-ગંદકી, આરોગ્ય સેવા, શિક્ષણ સેવા ક્ષેત્રે જે કાર્યો નથી થયા તેને ચૂંટણીના મહત્વના મુદ્દાઓ ગણી મતદારોને રિઝવવાનું નક્કી કર્યું છે.

ઉમરગામ કોંગ્રેસ આ પ્રકારના મુદ્દાઓ પર નગરપાલિકાની ચૂંટણી લડશે

author img

By

Published : Feb 11, 2021, 7:23 PM IST

  • ઉમરગામ નગરપાલિકાની યોજાશે ચૂંટણી
  • 7 વોર્ડના 21,979 મતદારો કરશે મતદાન
  • કોંગ્રેસે ગટર-ગંદકી, આરોગ્યના મુદ્દા પર ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો

વલસાડ: ઉમરગામ નગરપાલિકામાં 8 ફેબ્રુઆરીથી 7 વોર્ડના સભ્યો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ નક્કી કરાઈ છે, પરંતુ 10 ફેબ્રુઆરી સુધી એકપણ પક્ષના ઉમેદવારે ફોર્મ ભર્યું નથી. પાલિકાની આ ચૂંટણી જંગમાં કોંગ્રેસે ભાજપના ઉમેદવારોને હરાવવા ભાજપ શાસનમાં નહીં થયેલા કાર્યોને મુખ્ય મુદ્દા ગણાવ્યા છે.

10 ફેબ્રુઆરી સુધી એકપણ પક્ષના ઉમેદવારે ફોર્મ ભર્યું નથી

ઉમરગામ નગરપાલિકામાં કુલ 7 વોર્ડના 28 સભ્યો માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે. ઉમરગામ નગરપાલિકામાં ગત ટર્મમાં ભાજપે જીત હાંસલ કરી હતી. આ વખતે 8 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ઉમેદવારોના ફોર્મ ભરવાની તારીખ નક્કી કર્યા બાદ પણ 10 ફેબ્રુઆરી સુધી એકપણ પક્ષના ઉમેદવારે ફોર્મ ભર્યું નથી.

ઉમરગામ કોંગ્રેસ આ પ્રકારના મુદ્દાઓ પર નગરપાલિકાની ચૂંટણી લડશે

ભાજપના સત્તાધીશોએ સ્વચ્છતા અભિયાનને કલંક લગાવ્યું

ઉમરગામ નગરપાલિકામાં વોર્ડ નંબર 6 કોંગ્રેસ તરફથી દિલશેર ચૌહાણ નામના ઉમેદવારે તૈયારી બતાવી છે. પાલિકા ચૂંટણી અંગે કોંગ્રેસના પ્રવક્તા બશિષ્ઠ ચૌરસિયાએ જણાવ્યું હતું કે, ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકાના સત્તાધીશોએ ભાજપના સ્વચ્છતા અભિયાનને કલંક લગાવ્યું છે. ઉમરગામના વોર્ડ 6ના ગાંધીવાડી વિસ્તાર સહિતના મોટાભાગના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે. ગટરની સુવિધાના અભાવે આ વિસ્તારોમાં ગટરના ગંદા પાણીના તળાવો ભરાયા છે. જેથી લોકો મચ્છરજન્ય રોગચાળામાં સપડાઈ રહ્યા છે.

2,600 આવાસ મંજૂર કર્યા પણ આપ્યા એકપણ નહીં

આ ઉપરાંત વોર્ડ નંબર 6માં 2,600 આવાસ મંજૂર કર્યા બાદ એકપણ આવાસ બનાવી આપ્યું નથી. ગરીબ લોકોના કાચા ઘરના સ્થાને પાકા ઘરના વચન આપી સત્તાધીશોએ આવાસ આપ્યા નથી. સતત લડત ચલાવ્યા બાદ કોંગ્રેસી ઉમેદવાર 2 ઘર અપાવવામાં સફળ થયા છે, જ્યારે ભાજપે માત્ર ઠાલા વાંચનો આપી ફંડ નથી મળ્યુંના બહાના બતાવ્યાં છે. હવે ચૂંટણીના નામે ફરી આવાસ આપવાના વચનો આપી રહ્યા છે. 40 કરોડની વિકાસની ગ્રાન્ટમાંથી આજે પણ 18 કરોડ જેવી માતબર રકમ ખર્ચાયા વિના જ પડી રહી છે.

આરોગ્ય, શિક્ષણ, ગટરની સુવિધા આપવાના વાયદા

ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો એકપણ વિકાસનું કામ પૂરું કરી શક્યા નથી. આવા આક્ષેપો સાથે વોર્ડ નંબર 6ના કોંગ્રેસી ઉમેદવાર દિલશેર ચૌહાણે જણાવ્યું હતું કે, જો તે નગરપાલિકાની ચૂંટણી જીતશે તો, નગરપાલિકા વિસ્તારમાં આવેલી રેફરલ હોસ્પિટલમાં આરોગ્યની સંપૂર્ણ સુવિધા અપાવશે. જે વિસ્તારમાં ગટરના અધૂરા કામ છે તે પૂર્ણ કરાવશે. ગંદકીની સમસ્યા નિવારવા આગળ આવશે. આ સાથે શિક્ષણ માટે બાલવાડી સહિતના અધૂરા કાર્યો પૂર્ણ કરવા અવાજ ઉઠાવશે.

વિવાદમાં ઘેરાયેલી રહી છે ઉમરગામ નગરપાલિકા

ઉલ્લેખનીય છે કે, ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં કુલ 21,979 મતદારો છે. આ સાથે 7 વોર્ડના કુલ 28 સભ્યો છે. આગામી 28 ફેબ્રુઆરીએ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થવાનું છે. જેમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખ્યો જંગ ખેલાવના એંધાણ વાર્તાય રહ્યા છે. આ તમામ પક્ષના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી જાહેર કરી ચૂંટણીમાં જીત મેળવવા મતદારોને રિઝવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે, રાજકારણમાં ઉમરગામ સતત આંચકા આપતી નગરપાલિકા પુરવાર થઇ છે, ત્યારે આ ચૂંટણી જંગમાં ક્યા પક્ષના ઉમેદવારો કોને ભારે પડશે તે અંગેની અનેક અટકળો મતદારો સહિત રાજકીય આગેવાનો માટે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.