- દાદરા નગર હવેલીમાં રસીકરણનો પ્રારંભ
- કલેક્ટરે કર્યું ઉદ્ઘાટન
- પ્રાઇવેટ હોસ્પિટલના તબીબે પ્રથમ રસીકરણ કર્યુંદમણના તબીબોને આપવામાં આવી વેક્સિન
દમણ: સેલવાસના રખોલી કેન્દ્ર ખાતે સૌ પ્રથમ મેરિગોલ્ડ હોસ્પિટલના તબીબ અનુકુલ નિકમે રસીકરણ કરાવ્યું હતું. આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષો પહેલા શીતળાની રસીની શોધ કરનારા એડવર્ડ જેનરે પણ તે રસીનો પ્રયોગ પોતાના પર અને પોતાના દીકરા પર કર્યો હતો. ત્યારથી દરેક રસી કેટલી અકસીર છે તે અંગે સમાજમાં દાખલો બેસાડવા તે રસીનો પ્રયોગ તબીબો પર કરવામાં આવે છે.
એડવર્ડ જેનરે શીતળાની રસીનો પ્રથમ પ્રયોગ કર્યો હતો
કોરોના રસી કેટલી અકસીર છે? તેની કોઈ આડઅસર છે કે કેમ તેની જાણકારી માટે દેશના તબીબો આગળ આવ્યા છે. પોતે પણ એ પ્રયાસના ભાગરૂપે કોરોના વેક્સિન લગાવનારા પ્રદેશના પ્રથમ વ્યક્તિ બન્યા છે.

રસી સલામત છે, અફવાથી દૂર રહો
તબીબ અનુકૂલ નિકમે રસી લગાવ્યા બાદ ઓબ્ઝર્વેશન પીરીયડ પૂર્ણ કરી આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, રસીની કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી. આ રસી ખૂબ જ સલામત અને કોરોના સામે અકસીર છે. પ્રદેશમાં કરોનાની રસીને લઈને જે અફવાઓ ફેલાવવામાં આવે છે, તેનાથી દૂર રહી દરેક નાગરિક રસીકરણ અભિયાનમાં જોડાય અને રસીકરણ કરાવે.