દમણ: સંઘપ્રદેશ દમણમાં સોમવારે વધુ 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંકડો 39 પર પહોંચ્યો છે. જેથી દમણમાં 18 વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દમણના ખરીવાડ વિસ્તાર સહિત, ડાભેલની કેટલીક ચાલીઓ સમેલ છે.
સંઘપ્રદેશમાં કોરોનાની સંખ્યા 100ને પાર
- સંઘપ્રદેશના બન્ને પ્રદેશ મળીને કોરોનાના કુલ 101 કેસ પોઝિટિવ
- દમણમાં સોમવારે વધુ 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- દમણમાં નવા કેસ નોંધાતાં કુલ આંકડો 39 પર પહોંચ્યો
- દમણમાં 18 વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ સોમવારે વધુ કરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાતા સંઘપ્રદેશમાં કોરોનાની કુલ સંખ્યા 62 થઇ છે. જેમાંથી 26 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી હાલ સંઘપ્રદેશમાં 36 કેસ એક્ટિવ છે.
રોજેરોજ વધી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓને લઈને પ્રશાસને 3 દીવસ માટે સરહદ સીલ કરી છે અને આરોગ્ય વિભાગ સાવચેતીના પગલાં લઈ રહ્યું છે, પરંતુ પોઝિટિવ કેસની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતાં સંઘપ્રદેશના લોકોમાં ચિંતાનું વાતાવરણ ફેલાયું છે.
વલસાડ જિલ્લામાં પણ સોમવારે 3 નવા કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાના કુલ 72 પોઝિટિવ કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા પોઝિટિવ કેસમાં પારડીની 62 વર્ષીય મહિલા, વાપી-મોરાઈનો 20 વર્ષીય યુવક અને વાપી-ચલાનો 55 વર્ષીય પુરૂષ સામેલ છે.