- સેલવાસમાં ચાર્જિંગ સ્ટેશનો પ્રારંભ
- 2 વર્ષથી ઇલેક્ટ્રિક બસ સેવા ચાલુ છે
- સેલવાસનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થયો છેસેલવાસ સ્માર્ટ સિટીમાં શરૂ થયું પ્રથમ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન
સેલવાસ: સેલવાસમાં સ્માર્ટ સિટી વિભાગે ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કર્યા બાદ તેને લોકોએ પસંદ કરી છે. એટલે તે સેવાને અનુરૂપ 15થી વધુ બસ નિયત રૂટ પર દોડી રહી છે. તેના ચાર્જિંગ માટે સ્ટેશન બનાવવાની શરૂઆત કર્યા બાદ તે સ્ટેશનને ખુલ્લું મૂક્યું છે.
આ પણ વાંચો : E-car charging center: કેવડિયામાં ઈ-કાર ચાર્જિંગ સ્ટેશન તૈયાર, ટાટા કંપનીએ સ્થાપ્યા
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આ ચાર્જિંગ સ્ટેશન સેલવાસના APJ અબ્દુલ કોલેજની નજીક ઉભુ કરવામાં આવ્યું છે. એ અંગે સેલવાસ પ્રશાસનનું કહેવું છે કે, આ ચાર્જિંગ સ્ટેશનની જેમ જ આગામી દિવસોમાં અન્ય ઇલેક્ટ્રિક બાઇક-કારની ખરીદીમાં લોકોને પ્રોત્સાહન મળે તે માટે બીજા ચાર્જિંગ સ્ટેશન પણ ઉભા કરવામાં આવશે.
ઇલેક્ટ્રિક વાહનો પર વધુ ભાર મુકાશે
સેલવાસને સ્માર્ટ સિટી બનાવવા હાલ અન્ય અનેક વિકલ્પો પર કામ ચાલી રહ્યા છે. જેમાં ગ્રીન પ્રોજેકટ મહત્વનો પ્રોજેકટ છે. પ્રદૂષણમાં ઘટાડો કરવા ઇલેક્ટ્રિક વાહનો પર વધુ ભાર મુક્યો છે. એ સાથે જ શહેરીજનોને અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાની નેમ પણ પ્રશાસન અને નગરપાલિકાની છે.
![Smart Silvassa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dnh-01-smart-charging-station-vis-gj10020_16072021141909_1607f_1626425349_9.jpg)
આ પણ વાંચો : સેલવાસમાં આધુનિક ઈલેક્ટ્રિક બસના બસ સ્ટેન્ડના નામે ગાર-માટીનું લીપણ કરેલી વાંસની ઝૂંપડીઓ
ST બસ સ્ટેશનનું પણ નવીનીકરણ કરે
ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસથી વાયા વાપી થઈને દમણ સુધી હાલ અંદાજીત 15થી વધુ ઇલેક્ટ્રિક બસ દોડી રહી છે. પ્રશાસને આ સર્વિસ એક પ્રાઈવેટ એજન્સીને સોંપી છે. ત્યારે સ્થાનિક ST બસ સ્ટેશન અને ST બસોની ખરાબ દશા અંગે પણ તેનું નવીનીકરણ કરે તો જ સેલવાસને સ્માર્ટ સિટીનું સાચું બિરુદ મળ્યું ગણાશે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે.