ETV Bharat / city

દમણમાં બીચ પર ફરવા આવેલા પ્રવાસીના ગળા પર ચાકુ રાખી 2 યુવકોએ કરી લૂંટ - Robbery on the beach in Daman

દમણમાં બીચ જેવા જાહેર સ્થળ પર અંકલેશ્વરથી ફરવા આવેલા પરિવારના સભ્યના ગળા પર 2 યુવકોએ ચાકુ રાખી મહિલાનું મંગળસૂત્ર અને યુવકનો મોબાઈલ, પર્સ લૂંટી લેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હોય પ્રવાસીઓમાં દહેશતનો માહોલ ઉભો થયો છે.

દમણ
દમણ
author img

By

Published : Oct 5, 2020, 7:18 PM IST

દમણઃ સંઘપ્રદેશ દમણનો દરિયા કિનારો પ્રવાસીઓ માટે સુરક્ષિત ના હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ઘટનામાં અંકલેશ્વરથી ફરવા આવેલા યુગલના ગળા પર 2 યુવકોમાના એક યુવકે ચાકુ મૂકી મંગળસૂત્ર, પર્સ, મોબાઈલ મળી દોઢ લાખની લૂંટ કરી છે.

આ ઘટના પ્રવાસીઓથી ધમધમતા બીચ પર બની હતી. ત્યારે આસપાસ અનેક લોકો હોવા છતાં કોઈએ પણ લૂંટારાઓનો સામનો નહોતો કર્યો અને માત્ર વીડિયો ઉતારી વાયરલ કરવાની મનસા સંતોષી હતી.

દમણમાં બીચ પર ફરવા આવેલા પ્રવાસીના ગળા પર ચાકુ રાખી 2 યુવકોએ કરી લૂંટ

આ અંગે ભોગ બનનારા મિતેષ પટેલે વિગતો આપી હતી કે, તેઓ અંલેક્શ્વરથી દમણમાં ફરવા આવ્યાં હતા. જેમાં એક બીચની રિસોર્ટમાં રોકાયા બાદ વહેલી સવારે દરિયા કિનારે ફરવા ગયા હતા. ત્યારે અચાનક ત્યાં ધસી આવેલા 2 યુવક પૈકીના એક યુવકે તેમના ગળા પર ધારદાર ચાકુ રાખી પત્નીના ગળામાં રહેલા મંગલસૂત્રની અને મોબાઈલ, પર્સ છીનવ્યા હતાં. જે બાદ ત્યાંથી નાસી છૂટ્યો હતો.

આ ઘટનાની જાણ દમણ પોલીસને કરતા દમણ પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, લૂંટ કરનારા યુવકની ભાષા પરથી તે બહારનો વ્યક્તિ હોવાનું ભોગ બનનારે જણાવ્યું હતું. ધોળા દિવસે પ્રવાસીઓ અને સ્થાનિકોથી ધમધમતા બીચ પર દોઢ લાખના સોનાની અને રોકડની લૂંટ થતા અન્ય પ્રવાસીઓમાં દહેશતનો માહોલ ઉભો થયો છે.

ઉલ્લેખનીય છે કે, ઘટના સમયે એક વ્યક્તિએ લૂંટ કરનારા યુવકનો વીડિયો ઉતાર્યો છે. જે હાલ વાયરલ થયો છે. જેમાં યુવક અમદાવાદી ભાષામાં અપશબ્દો બોલે છે. તેમજ જો પાછળ આવ્યા તો ગોળી મારી દેવાની ધમકી આપે છે.

તેમજ સ્થાનિક મહિલાને ચાકુ બતાવી જેને લૂંટયો છે તેની સાથે તેની દુશ્મની હોવાનું જણાવી ત્યાંથી નાસતો જોવા મળી રહ્યો છે. જે જોતા સમગ્ર ઘટના કોઈ દુશ્મનાવટની હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જોવાઇ રહી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.