ETV Bharat / city

વલસાડમાં  36 અને દાદરા નગર હવેલી તેમજ દમણમાં 120માંથી 90 કેસ એક્ટિવ - gujrat corona

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. તેમજ વલસાડ જિલ્લામાં પણ કોરોના અટકવાનું નામ નથી લેતો, વલસાડમાં બુધવારે વધુ 4 કોરોના કેસ નોંધાયા હતાં. જ્યારે દમણમાં 13 નવા કેસ નોંધાયા હતા. સંઘપ્રદેશમાં અત્યાર સુધીના કુલ 120 કેસમાંથી 90 એક્ટિવ કેસ છે. વલસાડમાં કુલ 103 કેસમાંથી 36 કેસ એક્ટિવ છે.

વલસાડમાં કુલ 103 કોરોના પોઝિટિવ કેસમાંથી 36 કેસ એક્ટિવ, દાદરા નગર હવેલી અને દમણમાં 120માંથી 90 એક્ટિવ

author img

By

Published : Jun 25, 2020, 3:32 PM IST

દમણઃ ચીન પાસેથી મળેલી કોરોના નામની ગંભીર બિમારીએ સમગ્ર વિશ્વમાં આતંક મચાવ્યો છે, ત્યારે ભારતમાં કોરોના પોઝિટિવનો 4 લાખને પાર પહોંચ્યો છે, તો સમગ્ર રાજ્યમાં કોરોનાનો આંકડો 28, હજારને પાર થયો છે. આવી જ રીતે જિલ્લામાં પણ કોરોના કહેર યથાવત છે, તો જિલ્લામાં બુધવારે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જયારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જિલ્લામાં કુલ કેસની સંખ્યા 103 થઈ છે. જેમાંથી જિલ્લાના 80 અને જિલ્લા બહારના 23 લોકોનો સમાવેશ થાય છે. કોરોના વાઈરસના 47 દર્દીઓ સ્વસ્થ થયા છે, તેમજ 27 લોકો સારવાર હેઠળ છે. તો 9 કેસ જિલ્લા બહારના મળી કુલ 36 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. જિલ્લામાં મોટાભાગના કોરોના પોઝિટિવ દર્દીઓ વાપીના છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની વાત કરીએ તો દાદરા નગર હવેલીમાં કુલ 68 કોરોના પોઝિટિવ કેસ છે, જેમાંથી 38 કેસ એક્ટિવ અને કોરોનાના 29 દર્દીઓ રિકવર થયા છે. જ્યારે બુધવારે એકપણ નવો કેસ સામે આવ્યો નથી. પરંતુ 3 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે, જ્યારે દમણમાં એક જ દિવસમાં 13 નવા કેસ નોંધાયા હતાં. હાલ કુલ 52 એક્ટિવ કેસ છે. બંને પ્રદેશના મળીને કુલ 120 કેસમાંથી 90 કેસ એક્ટિવ છે. જે સંઘપ્રશાસન માટે ગંભીર ચિંતાનું કારણ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.