ETV Bharat / city

સોમવારે વલસાડ, દમણ, સેલવાસમાં કોરોનાના 38 કેસ નોંધાયા

વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં કોરોનાના કુલ નવા 38 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેની સામે 26 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ વલસાડ જિલ્લામાં કોરોનાના કારણે વધુ 2 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

ETV BHARAT
સોમવારે વલસાડ, દમણ, સેલવાસમાં કોરોનાના 38 કેસ નોંધાયા
author img

By

Published : Jul 20, 2020, 9:53 PM IST

વલસાડ: જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં કોરોનાના કુલ નવા 38 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેની સામે 26 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ વલસાડ જિલ્લામાં કોરોનાના કારણે વધુ 2 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

નવા નોંધાયેલા કોરોના કેસના કારણે કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 472 પહોંચ્યો છે, જ્યારે 11 દર્દીઓને સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી કુલ ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 256 થઇ છે. આ ઉપરાંત હાલમાં 177 દર્દીઓ સારવાર હેઠળ છે.

સોમવારે વલસાડ, દમણ, સેલવાસમાં કોરોનાના 38 કેસ નોંધાયા

વલસાડ, દમણ, સેલવાસમાં કોરોનાના 38 કેસ

  • વલસાડ જિલ્લામાં કોરોનાના નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા
  • તમામ દર્દી પુરૂષ
  • દાદરાનગર હવેલીમાં કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા
  • દમણમાં કોરોનાના નવા 15 પોઝિટિવ કેસ નોંધાયા
  • વલસાડમાં કોરોનાના કારણે 2 લોકોએ જીવ ગુમાવ્યો

વલસાડ જિલ્લામાં સોમવારે નોંધાયેલા કોરોનાના કુલ 17 પોઝિટિવ દર્દીઓમાં તમામ પુરૂષ છે. જેમાં વાપીના 8 કપરાડા 4, પારડી 3, અને વલસાડ-ઉમરગામના 1-1 દર્દી સામેલ છે.

આ તરફ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં કોરોનાના નવા 6 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેની સામે 06 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. નવા કન્ટેન્મેન્ટ ઝોન સાથે કુલ 120 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. હાલ દાદરા નગર હવેલીમાં 102 એક્ટિવ દર્દીઓ છે, જ્યારે 198 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

દમણમાં સોમવારે કોરોનાના 15 નવા પોઝિટિવ દર્દીઓ સાથે એક્ટિવ દર્દીઓનો આંકડો 117 પહોંચ્યો છે. આ ઉપરાંત 9 દર્દીઓના ડિસ્ચાર્જ થતાં કુલ ડિસ્ચાર્ડ થનારા દર્દીની સંખ્યા 246 થઇ છે. દમણમાં 5 નવા કન્ટેન્મેન્ટ ઝોન સાથે કુલ 64 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.