ETV Bharat / city

પ્રજાસત્તાક દિને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દિવનું વિધિવત એકત્રીકરણ થશે - કેન્દ્રશાસિત

દમણ: આગામી 26મી જાન્યુઆરી 2020ના રોજ દાદરાનગર હવેલી અને દમણ-દીવનું એકત્રિકરણ થઈ એક સંયુક્ત કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. દમણ-દીવના સાંસદ લાલુ પટેલે જણાવ્યું હતું કે, એકત્રીકરણ થયા બાદ આ પ્રદેશનો અનેક ગણો વિકાસ થશે. નવા સંઘપ્રદેશનું હેડક્વાર્ટર દમણ રહેશે. આ સંઘપ્રદેશને મિની એસેમ્બલી પણ પ્રાપ્ત થશે.

murger of diu, daman and dadara nagar haweli
26મી જાન્યુઆરીએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દિવનું વિધિવત એકત્રીકરણ થશે
author img

By

Published : Jan 11, 2020, 3:08 PM IST

લોકસભા અને રાજ્યસભામાં દમણ, દીવ અને દાદરાનગર હવેલી સંઘપ્રદેશને એક જ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના બિલને પાસ કર્યું છે. જે બાદ આગામી 26મી જાન્યુઆરીએ આ પ્રદેશનું વિધિવત એક કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે નામકરણ થશે. 26મી જાન્યુઆરીએ આ નામકરણ થયા બાદ, આ સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ તરીકે ઓળખાશે.

26મી જાન્યુઆરીએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દિવનું વિધિવત એકત્રીકરણ થશે

આ અંગે દમણના સાંસદ લાલુભાઇ પટેલે જણાવ્યું હતું કે, બંને સંઘપ્રદેશની વર્ષો જૂની માગ હતી કે, મિની એસેમ્બલી મળે. જે હવે એક કેન્દ્રશાસિત પ્રદેશ બનવાથી પુરી થશે. એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનવાથી આ વિસ્તારનો અનેક ગણો વિકાસ થશે. 2009થી દમણના સાંસદ તરીકે પોતે અને દાદરાનગર હવેલીના સાંસદ તરીકે રહી ચૂકેલા નટુભાઇ પટેલે મિની એસેમ્બલીની માગ કરી છે. જે હવે આવનારા દિવસોમાં ફળીભૂત થશે. બંને સંઘપ્રદેશને એક કરવાથી વિકાસની ગતિ વધશે. સંઘપ્રદેશના વિધિવત એકત્રિકરણ બાદ તેમનું હેડક્વાટર દમણ રહેશે.

murger of diu, daman and dadara nagar haweli
26મી જાન્યુઆરીએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દિવનું વિધિવત એકત્રીકરણ થશે

ઉલ્લેખનીય છે કે, 26મી જાન્યુઆરી 2020ના રોજ સત્તાવાર રીતે એક સંયુક્ત નવા કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવનું સંસ્કરણ થઈ રહ્યું છે. બંને પ્રદેશો પર વર્ષો પહેલા પોર્ટુગીઝોનો કબજો હતો. દાદરા નગર હવેલી 2 ઓગસ્ટ 1954ના રોજ મુક્ત થયું હતું. જે બાદ 1961માં ભારત વર્ષનું એક અવિભાજ્ય અંગ બન્યું હતું. જ્યારે, દમણ અને દીવ 19મી ડિસેમ્બર 1961ના રોજ મુક્ત થયા બાદ ગોવા, દમણ અને દીવને વિધાનસભા સાથેના કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સરકારે માન્યતા આપી હતી. જે બાદ ગોવાને અલગ રાજયનો દરજજો મળતાં દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે કાયમ રહ્યાં હતા. જે હવે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના સંયુક્ત નામથી એક કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઓળખાશે.

26મી જાન્યુઆરીના દિવસે દેશમાં મહત્ત્વના નેતાઓ પણ આ એક સંઘપ્રદેશના વિધિવત નામકરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહશે. તે માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

Intro:location :- daman

દમણ :- આગામી 26મી જાન્યુઆરી 2020 ના રોજ દાદરાનગર હવેલી અને દમણ-દીવ નું એકત્રિકરણ થઈ એક સંયુક્ત કેન્દ્રશાસિત પ્રદેશ બની રહ્યો છે. ત્યારે આ એકત્રીકરણ બાદ આ પ્રદેશનો અનેક ઘણો વિકાસ થશે. નવા સંઘપ્રદેશનું હેડક્વાર્ટર દમણ રહેશે અને મિની એસેમ્બલી પણ પ્રાપ્ત થઇ શકશે તેવુ દમણ-દીવનાં સાંસદ લાલુ પટેલે જણાવ્યું હતું.

Body:લોકસભા અને રાજ્યસભામાં દમણ દીવ અને દાદરા નગર હવેલી સંઘપ્રદેશને એક જ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના બિલને પાસ કર્યા બાદ આગામી 26મી જાન્યુઆરીએ આ પ્રદેશનું વિધિવત એક કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે નામકરણ થશે. 26 મી જાન્યુઆરીએ આ નામકરણ થયા બાદ આ સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી દમણ અને દીવ તરીકે ઓળખાશે.

ત્યારે આ અંગે દમણના સાંસદ લાલુભાઇ પટેલે જણાવ્યું હતું કે બંને સંઘપ્રદેશની વર્ષો જૂની માંગ હતી કે મિની એસેમ્બલી મળે જે હવે એક કેન્દ્રશાસિત પ્રદેશ બનવાથી સાકાર થનાર છે. એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનવાથી આ વિસ્તારનો અનેકગણો વિકાસ થશે. 2009થી દમણના સાંસદ તરીકે પોતે અને દાદરાનગર હવેલીના સાંસદ તરીકે રહી ચૂકેલા નટુભાઇ પટેલે મિની એસેમ્બલીની માંગ કરી છે. જે હવે આવનારા દિવસોમાં ફળીભૂત થશે. બંને સંઘપ્રદેશને એક કરવાથી વિકાસની ગતિ તેજ બનશે. સંઘપ્રદેશના વિધિવત એકત્રીકરણ બાદ તેમનું હેડક્વાટર દમણ રહેશે તેવું પણ લાલુભાઇ પટેલે જણાવ્યું હતું.

Conclusion:ઉલ્લેખનીય છે કે, 26 મી જાન્યુઆરી 2020 ના રોજ સત્તાવાર રીતે એક સંયુક્ત નવા કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ નું સંસ્કરણ થઈ રહ્યું છે. બંને પ્રદેશો પર વર્ષો પહેલા ફિરંગી સલ્તનતનો કબજો હતો. દાદરા નગર હવેલી 2 ઓગસ્ટ 1954ના રોજ મુક્ત થયું હતું. અને 1961માં ભારત વર્ષનું એક અવિભાજ્ય અંગ બન્યું હતું. જ્યારે, દમણ-દીવ 19મી ડિસેમ્બર 1961 ના રોજ મુક્ત થયા બાદ ગોવા-દમણ અને દીવ ને વિધાનસભા સાથેના કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સરકારે માન્યતા આપી હતી. જે બાદ ગોવાને અલગ રાજયનો દરજજો મળતાં દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે કાયમ રહ્યા હતા. જે હવે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી દમણ અને દીવના સંયુક્ત નામથી એક કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઓળખાશે.

જે માટે હાલ પ્રશાસન દ્વારા અને બંને પ્રદેશોના ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 26મી જાન્યુઆરીના દિવસે દેશમાં મહત્ત્વના નેતાઓ પણ આ એક સંઘપ્રદેશના વિધિવત નામકરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહશે. તે માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

bite :- લાલુભાઈ પટેલ, સાંસદ, દમણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.