વલસાડઃ વાપી નજીક મોરાઈ ખાતે આવેલી વેલસ્પન કંપનીમાં વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાના કામદારો કામ કરી રહ્યા છે. હાલ લોકડાઉનમાં આ કામદારોને કામ માટે બોલાવવામાં આવ્યા નહોતા અને અન્ય ઉદ્યોગની જેમ આ એકમ પણ સરકારની ગાઇડલાઈન મુજબ જરૂરી કામદારો સાથે ઉત્પાદન કરતી હતી. જે દરમિયાન એપ્રિલ મહિનાનો પગાર કામદારોના ખાતામાં જમા થયો નહોતો. જેથી કામદારોએ કંપનીના ગેટ પર આવી સંચાલકો સમક્ષ રજૂઆત કરી હતી.
આ મુદ્દે કંપનીના આસીસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ નિર્દોષ સિંઘે જણાવ્યું હતું કે, કામદારો હડતાળ પર નથી. પરંતુ કંપનીની પોલિસી મૂજબ 10 દિવસ કામ પર ગેર હાજર રહેનારાનું કાર્ડ બ્લોક થઈ જાય છે. જેને લઈને કામદારોમાં ગેરસમજ ઉભી થઇ હતી.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-welspun-worker-pkg-gj10020_14052020152053_1405f_1589449853_1022.jpg)
આ અંગે કામદારોએ કંપની મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કર્યા બાદ જણાવ્યું હતું કે, તેમને પગાર અંગે આશ્વાસન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે, પરંતુ ઘણા કામદારો રેડ અને ઓરેન્જ ઝોનમાં છે. જેથી આ કામદારોના પગાર અંગે હજૂ ચર્ચા કરવાની બાકી છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-welspun-worker-pkg-gj10020_14052020152053_1405f_1589449853_175.jpg)
ઉલ્લેખનીય છે કે, વેલસ્પન કંપની ગુજરાતની નામાંકિત કંપનીમાં આવે છે. જેથી કામદારો પગાર બાબતે એકઠા થતાં વાપી પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમાધાન માટે દરમિયાનગીરી કરી હતી.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-welspun-worker-pkg-gj10020_14052020152053_1405f_1589449853_597.jpg)