ETV Bharat / city

Vapi municipal elections 2021: અંતિમ દિવસે ભાજપનો રેલી સાથે ચૂંટણી પ્રચાર

વાપી નગરપાલિકાનું (Vapi municipal elections 2021) આગામી 28મી નવેમ્બરે મતદાન (Voting) છે. આ મતદાન પહેલા 26મી નવેમ્બરે સાંજે ચૂંટણી પ્રચાર પડઘમનો અંતિમ દિવસ (The last day of the election campaign) હોવાથી ભાજપે તમામ 11 વોર્ડની 43 બેઠકો જીતવા ઉમેદવારો સાથે ભવ્ય બાઇક- કાર રેલીનું આયોજન કર્યુ હતું. મતદાન પહેલાના 48 કલાક પહેલાં શુક્રવારે સાંજે ત્રણેય મુખ્ય પક્ષ કહેવાતા ભાજપ- કોંગ્રેસ- આપ દ્વારા એડીચોંટીનું જોર લગાવી અંતિમ દિવસનો ચૂંટણી પ્રચાર કર્યો હતો. જેમાં ભાજપે તમામ વોર્ડમાં બાઇક રેલી (Election campaign with BJP rally) યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું.

Gujarat News
Gujarat News
author img

By

Published : Nov 27, 2021, 9:56 AM IST

  • વાપી પાલિકાની ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ
  • ભાજપે તમામ વોર્ડમાં યોજી ભવ્ય રેલી
  • વોર્ડ નંબર 11માં સચિન તેંડુલકરના હમશકલ રેલીમાં આકર્ષણનું કેન્દ્ર

વલસાડ: વાપીમાં પાલિકાની ચૂંટણી પ્રચારનો શુક્રવારે અંતિમ દિવસ (last day of Vapi municipal election campaign) હતો. સાંજના પાંચ વાગ્યા સુધી વાપીના તમામ 11 વોર્ડમાં ભાજપે પોતાનું શક્તિ પ્રદર્શન કરી, ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું અને મતદારોને જંગી બહુમતીથી વિજય અપાવવા અપીલ કરી હતી. ભાજપે પ્રચારના અંતિમ દિવસે કાર બાઇક સાથેની રેલીમાં (Election campaign with BJP rally) વોર્ડ નંબર 11ની વાત કરીએ તો વોર્ડ નંબર 11માં ભાજપ પેનલના ચારેય ઉમેદવારોએ ભવ્ય રેલી યોજી વોર્ડ નંબર 11ના તમામ મુખ્ય વિસ્તારમાં ફર્યા હતા. ભાજપની ઝંડીઓ સાથે કાર બાઈકની રેલીમાં સચિન તેંડુલકરના હમશકલ સચિન પણ વાપીના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

વાપી પાલિકાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપનો રેલી સાથે ચૂંટણી પ્રચાર

આ પણ વાંચો: વાપીમાં પાટીલનું લોકોને સરકારી યોજનાઓના લાભ આપી મદદરૂપ થવા આહવાન

વોર્ડ નંબર 11માં ઉમેદવારોની ભવ્ય રેલી

બાઈક, મોંઘી કાર સાથે ડીજે પર ભાજપના ગીતો સાથે નીકળેલી આ રેલીને (Election campaign with BJP rally) લોકોએ પણ ભરપૂર પ્રતિસાદ આપ્યો હતો. જેનો આભાર માનતાં વોર્ડ નંબર 11ના ઉમેદવાર નિલેશ રાઠોડ અને ઉમા હળપતિએ જણાવ્યું હતું કે, અમે ચારેય ઉમેદવારો આ પેનલ પર જંગી મતથી વિજય મેળવીશુ તેવો પ્રતિસાદ મળી રહ્યો છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે (The last day of the election campaign) રેલીનું આયોજન કર્યું છે અને તેમાં લોકોનું અભિવાદન ઝીલ્યું છે. લોકો પર વિશ્વાસ છે કે અમને જંગી મતથી વિજયી બનાવશે.

આ પણ વાંચો: Vapi municipal elections 2021 : સૌથી વધુ મતદારો ધરાવતા વોર્ડ નંબર 5ના લેખાજોખા સાથે ઉમેદવારોનો અભિપ્રાય

વોર્ડ નંબર 10ના ઉમેદવારે પણ યોજી બાઇક રેલી

એ જ રીતે વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવાર મંગેશ પટેલે પણ પોતાના વિસ્તારના મતદારોનું અભિવાદન ઝીલવા બાઇક રેલીનું આયોજન કર્યું હતું. મંગેશ પટેલે જણાવ્યું હતું કે વડીલો, યુવાનોનો સાથ સહકાર આ ચૂંટણી (Vapi municipal elections 2021) પ્રચાર દરમિયાન ખૂબ જ મળી રહ્યો છે. એટલે લાગે છે કે અમે 4000 મતની લીડથી વિજય મેળવીશું. વોર્ડ નંબર દસમાં એક બેઠક પહેલાથી ભાજપના ફાળે બિનહરિફ થઈ છે. જ્યારે ગત ટર્મના ભાજપના ઉમેદવારોએ પણ આ વિસ્તારમાં ખૂબ જ સારા કામ કર્યા હોવાથી વિકાસના કામ માટે ચૂંટાઈ આવ્યા બાદ તેમના માર્ગદર્શન હેઠળ પેન્ડિંગ કામને આગળ વધારીશું તેવો વિશ્વાસ મંગેશ પટેલે વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.