દમણ: આ વર્ષે કોરોના સંક્રમણને કારણે ગણેશજીની મોટી મૂર્તિઓની સ્થાપના કરવા પર પ્રતિબંધ મુકાયો છે, ત્યારે ઘરો અને સોસાયટીઓમાં સરકારી ગાઈડલાઈન્સને અનુસરી સ્થાપિત કરવામાં આવેલા શ્રીજીની સ્થાપનાને 2.5 દિવસ પૂર્ણ થતાં દરિયામાં ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
આ સમયે દરિયા કિનારે વધારે ભીડ થતી અટકાવવા માટે પોલીસ પ્રશાસન દ્વારા ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સોમવારે વિસર્જન માટે આવેલી તમામ મૂર્તિઓનું સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે સ્વયંસેવકો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું, જ્યારે વલસાડ અને સંઘપ્રદેશમાં અમુક ભક્તોએ પોતાના ઘરે કુંડ બનાવીને બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.