ETV Bharat / city

કાયદો અને વ્યવસ્થા જાળવવા દમણ પોલીસે ઉદ્યોગકારો, ચાલી માલિકો સાથે યોજી બેઠક - Daman police

પ્રવાસન સ્થળ અને ઔદ્યોગિક ક્ષેત્રે જાણીતા સંઘપ્રદેશ દમણમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે દમણ પોલીસે કંપનીઓ, ચાલ માલિકો અને બેન્કિંગ સેક્ટરના અધિકારીઓ બેઠક યોજી જરૂરી સુચનોની આપ-લે કરી હતી.

Daman police meeting
Daman police meeting
author img

By

Published : Sep 23, 2021, 8:48 PM IST

  • દમણ પોલીસે સુરક્ષા સલામતી માટે યોજી બેઠક
  • ઉદ્યોગ સંચાલકો, ચાલ માલિકો સાથે બેઠક યોજી
  • સુરક્ષાને લઈને જરૂરી માહિતીની અને સુચનાઓની ચર્ચા કરી

દમણ: દમણમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો રોજગારી અર્થે વસવાટ કરે છે. જેથી દમણમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ સાથે દમણના ઉચ્ચધિકારીઓના આદેશ અનુસાર ભેંસલોર સ્થિત કોળી પટેલ સમાજ હોલમાં દમણ પોલીસ મથકની હદમાં આવતી કંપનીઓ, ચાલ માલિકો અને બેન્કિંગ સેક્ટરના અધિકારીઓ સાથે પોલીસ વિભાગની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોલીસ દ્વારા દરેક કંપનીઓ ચાલ માલિકોને પોતપોતાના વિસ્તારની અંદર અને બહાર CCTV કેમેરા લગાવવા તેમજ કંપની માલિકો અને બેન્કિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા અધિકારીઓને બેંકો અને કંપનીઓમાં સિક્યુરિટી ગાર્ડ મુકવાની સૂચના આપવામાં આવી હતી.

કાયદો અને વ્યવસ્થા જાળવવા દમણ પોલીસે ઉદ્યોગકારો, ચાલી માલિકો સાથે યોજી બેઠક

પોલીસે 11 બિટ્સ તૈયાર કરી

આ અંગે નાની દમણ પોલીસ મથકના SHO સોહિલ જીવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, નાની દમણ પોલીસ દ્વારા તેમના હદ વિસ્તારમાં 11 બિટ્સ બનાવવામાં આવી છે. આ 11 બિટ્સ નાની દમણના અલગ અલગ વિસ્તારોમાં વહેંચી દેવામાં આવી છે. આ દરેક બિટ્સના સિનિયર અધિકારી, PSI કે કોન્સ્ટેબલની તમામ માહિતી બેઠકમાં ઉપસ્થિત લોકોને આપવામાં આવી હતી કે જેથી આવનારા સમયમાં ગમે ત્યારે તેઓને કોઈ મદદની જરૂર પડે ત્યારે તેઓ તેમનો તાત્કાલિક સંપર્ક કરી શકે.

કામદારનો વેરિફિકેશન ડેટા એકત્ર કર્યો

આ ઉપરાંત પોલીસ દ્વારા દમણની કંપનીઓમાં હાલ જે પરપ્રાંતીય કામદારો કામ કરી રહ્યા છે અથવા તો ચાલીઓમાં રહે છે. તેમના વેરિફિકેશન માટે વેરિફિકેશન ફોર્મનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ફોર્મમાં જે તે કંપની અથવા તો ચાલી માલિકોએ ચાલી કે કંપનીમાં કામ કરતા જે તે પરપ્રાંતીય વ્યક્તિની તમામ માહિતી ભરીને પોલીસ મથકમાં જમા કરવાની રહેશે. દમણ પોલીસ આ માહિતીને જે તે વ્યક્તિના મૂળ વતનમાં લાગતા વળગતા પોલીસ મથકોમાં વેરિફિકેશન માટે મોકલશે અને ત્યાંથી જે તે વ્યક્તિનો ડેટા તે બાદ પોલીસ મથકોમાં સાચવી રાખવામાં આવશે. જેથી ગમે ત્યારે કોઈ ગુના કે અપરાધમાં કોઈ વ્યક્તિની શંકાસ્પદ ભૂમિકા જણાય તો આ ડેટા પોલીસને કામ આવે.

આ પણ વાંચો: વાપીમાં સોનાની ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપી અને સોની વેપારી સહિત 3 શખ્સને ઝડપી 6 ગુનાનો ભેદ ઉકેલ્યો

પોલીસે કાયદો વ્યવસ્થાની ખાતરી આપી

આજે યોજાયેલી આ બેઠકમાં અપરાધ અને ગુનાઓ સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ બાબતે પોલીસે ઉપસ્થિત લોકો સમક્ષ વિસ્તૃત ચર્ચા કરી હતી. ઉપસ્થિત લોકોએ પણ પોતાના વિવિધ પ્રશ્નો પોલીસ સમક્ષ મુક્યા હતા. જેનો પોલીસ અધિકારીઓએ અપેક્ષાકૃત જવાબ આપ્યો હતો તેમજ જ્યારે પણ તેઓને પોલીસની મદદની જરૂર પડે ત્યારે પોલીસ હાજર રહેશે તેવી બાંહેધરી પણ દમણ પોલીસ તરફથી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: DAMAN: ફાર્મા કંપનીને ડુપ્લીકેટ દવાનું રો-મટીરીયલ્સ સપ્લાય કરનારા કાનપુરના 9 લોકોની ધરપકડ

સૂચનાઓ પર અમલ કરવાની સંચાલકોની ખાતરી

આ મીટીંગમાં ઉપસ્થિત રહેલા ઉદ્યોગોના સંચાલકો, ચાલ માલિકો, બેંકિંગ સેક્ટરના અધિકારીઓએ પણ પોલીસની કામગીરીની સરાહના કરી હતી. અને જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા છે. તે સલામતી માટેના જ હોય દરેક મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સૂચનો ફાયદાકારક હોય તેના પર અમલ પણ ચોક્કસ કરીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.