ETV Bharat / city

પ્રવાસીઓને આવકારવા આરોગ્યની ચિંતા સાથે દમણ હોટલ ઉદ્યોગ સજ્જ - દમણનો હોટલ ઉદ્યોગ

સંઘપ્રદેશ દમણમાં આવેલા ધાર્મિક સંસ્થાન, હોટલ એન્ડ રેસ્ટોરન્ટને ખોલવા માટે જરૂરી ગાઇડલાઇન બહાર પાડી છે. જેથી સંઘ પ્રદેશ દમણના હોટલ માલિકો મહેમાનને આવકારવા સજ્જ થયા છે. આ સાથે જ તમામ લોકોને પોતાના આરોગ્યની ચિંતા પણ સતાવી રહી છે.

ETV BHARAT
પ્રવાસીઓને આવકારવા દમણ હોટેલ ઉદ્યોગ સજ્જ
author img

By

Published : Jun 11, 2020, 10:58 PM IST

દમણ: સંઘપ્રદેશ દમણમાં આવેલા ધાર્મિક સંસ્થાન, હોટલ એન્ડ રેસ્ટોરન્ટને ખોલવા માટે જરૂરી ગાઇડલાઇન બહાર પાડી છે. દમણમાં બહારગામથી આવનારા ગ્રાહકોએ ઓનલાઇન હોટલનું બૂકિંગ કરાવવું પડશે. હોટલ સંચાલક ગ્રાહકોની ચેક-ઇન અને આઉટ સહિતની સંપૂર્ણ વિગતો પ્રશાસનને જણાવ્યા બાદ તેમના દમણમાં પ્રવેશ માટેના ઇ-પાસ ઈશ્યૂ કરશે. જો કે, કોરોનાના નિયમોની સાથે પોતાના આરોગ્યની સાર સાંભળ હોટેલ ઉદ્યોગ માટે ચિંતાનું કારણ પણ બન્યું છે.

દમણ કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામામાં ધાર્મિક સંસ્થાનો, હોટલ એન્ડ રેસ્ટોરન્ટના સંચાલકોએ જે શરતોનો અમલ કરવાનો રહેશે તેની વિગતવાર જાણ કરવામાં આવી છે. જેમાં બહારગામના રહીશો હવે ઓનલાઇન બૂકિંગ કરીને દમણની હોટલમાં રોકાણ કરી શકશે. હોટલ સંચાલકોએ બૂકિંગ કર્યા બાદ ગ્રાહકની તમામ વિગતો પ્રશાસનને આપવાની રહેશે. ત્યારબાદ પ્રશાસન જે તે ગ્રાહકના દમણ પ્રવેશ માટેના ઇ-પાસ ઇશ્યૂ કરશે. આવનારા મહેમાનોના વાહનોને જરૂરી સેનિટાઈઝ કરવાના રહેશે. આ ઉપરાંત હોટલોમાં આવનારાનું થર્મલ સ્ક્રીનિંગ, સેનિટાઈઝ અને હોટલો પરિસરની જરૂરી સ્વચ્છતાનું ધ્યાન રાખવાનું રહેશે.

પ્રવાસીઓને આવકારવા દમણ હોટેલ ઉદ્યોગ સજ્જ

હોટલોના રૂમમાં રહેલા મહેમાનોને તેમનું જમવાનું અથવા તો ચા-નાસ્તો તેમના રૂમ સુધી પહોંચતો કરવાનો રહેશે. જે તેમના રૂમની બહાર એક ટીપોઈ જેવું રાખી તેની ઉપર આપવાનું રહેશે. કાપડના નેપકિનને બદલે સારી ગુણવત્તાવાળા ડિસ્પોઝેબલ પેપર નેપકિનનો ઉપયોગ કરવાનો રહેશે અને તેના નિકાલની પણ જરૂરી વ્યવસ્થા ઉભી કરવાની રહેશે. જો કે, હોટેલ માલિકોને હાલ કોરોના મહામારી સમયે પ્રવાસીઓની સેવામાં પોતાના સ્ટાફનું આરોગ્ય જોખમાય નહીં તેની ચિંતા પણ સતાવી રહી છે.

ETV BHARAT
હોટલ

દમણમાં બાર સિવાય તમામ હોટલો, રેસ્ટોરન્ટ અને લોજને ખોલવાની છૂટ અપાઇ છે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયનાં વિસ્તારોમાં સવારે 7થી સાંજે 7 સુધી રેસ્ટોરન્ટ ખોલી શકાશે. આ ઉપરાંત પાર્સલની ખાદ્ય સમાગ્રીઓ સીધી ગ્રાહકોને આપવાની રહેશે નહીં. આ સાથે જ રેસ્ટોરન્ટમાં બેસવાની જગ્યાએ હોમ ડિલિવરીને પ્રોત્સાહન આપવાનું રહેશે. જેમાં હોમ ડિલિવરીના કર્મચારીની રોજે રોજ થર્મલ તપાસ કરવાની રહેશે. આ સાથે જ રેસ્ટોરન્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 50 ટકા જેટલી જ બેઠકની વ્યવસ્થા 1 મીટરના અંતર સાથે કરવાની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.