ETV Bharat / city

‘નિસર્ગ’ વાવાઝોડા મુદ્દે સાવચેત રહેવા દમણ કલેક્ટરની અપીલ

author img

By

Published : Jun 2, 2020, 5:13 PM IST

નિસર્ગ વાવાઝોડાને લઇને દમણ કલેક્ટરે દરિયા કાંઠાના વિસ્તારની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી હતી.઼

ETV BHARAT
નિસર્ગ મુદ્દે સાવચેત રહેવા દમણ કલેક્ટરની અપીલ

દમણ: નિસર્ગ વાવાઝોડાને પગલે દમણ પ્રશાસન એલર્ટ મોડમાં આવ્યું છે. કલેક્ટર રાકેશ મીનહાસે કાંઠા વિસ્તારની મુલાકાત લઈ લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. આ સાથે જ તેમણે કાંઠા વિસ્તારના કાચા મકાનોમાં રહેતા લોકોને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત દરિયા કાંઠે દુકાનો ધરાવનારા દુકાનદારોને દુકાન બંધ કરાવી કાંઠા વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે.

આ અંગે કલેક્ટર રાકેશ મીનહાસે જણાવ્યું હતું કે, નિસર્ગ વાવાઝોડું 2 જુનથી લઈને 4થી જૂન સુધીમાં દમણ દરિયાકાંઠે ટકરાઇ શકે છે. જેને લઈને પ્રશાસ દ્વારા વિવિધ ટીમ બનાવી લોકોને એલર્ટ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત જે લોકો કાચા મકાનમાં રહે છે, તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડા દરમિયાન 110થી 120ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે જ વરસાદ પણ આવી શકે છે. જેથી લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.