ETV Bharat / city

Blue Revolution scheme: જાણો કઈ જગ્યાની માછલી પાણી વગર પણ રહે છે 3 દિવસ જીવિત, થાય છે લાખોનો વેપાર - પાણી વગર જીવતી માછલીઓની માગ

વલસાડમાં આવેલા મધુબન ડેમમાં (Fish production at Madhuban Dam, Valsad) એક કંપની ત્રણ દિવસ સુધી પાણી વગર પર જીવીત રહી શકે તેવી (Fish that live without water) માછલીનું ઉત્પાદન કરી રહી છે. આ માછલીઓ પાણીથી બહાર કાઢ્યા પછી પણ 3 દિવસ સુધી પાણી વગર જીવીત રહી શકે છે. અત્યારે માર્કેટમાં આ માછલીઓની માગ (Demand for live fish without water) ઘણી વધારે છે. તો જોઈએ આ માછલીની અન્ય શું વિશેષતા...

Blue Revolution scheme: જાણો કઈ જગ્યાની માછલી પાણી વગર પણ રહે છે 3 દિવસ જીવિત, થાય છે લાખોનો વેપાર

author img

By

Published : Jan 27, 2022, 2:29 PM IST

વલસાડઃ દાદરા નગર હવેલીમાં વલસાડ જિલ્લાનો સૌથી મોટો ડેમ મધુબન ડેમ આવેલો છે. આ ડેમમાં ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ અને નેશનલ ફિશરીઝ ડેવલોપમેન્ટ બોર્ડના (NFDB) સહયોગથી બ્લ્યૂ રિવોલ્યુશન સ્કિમ (Blue Revolution scheme) હેઠળ પંગાસીયસ (Pangasius) અને તિલાપિયા (Tilapia) પ્રકારની માછલીઓનું ઉત્પાદન કરવામાં આવે છે. દર મહિને 70,000 ટનની આસપાસ આ માછલીઓનું ઉત્પાદન કરી લાઈવ ફિશ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. મેસર્સ અનિતા અજમેર સિંગ નામની કંપની આ માછલીઓનું ઉત્પાદન કરે છે. આ માછલીની વિશેષતા એ છે કે, તે ત્રણ દિવસ સુધી પાણી વગર રહી (Fish that live without water) શકે છે. અત્યારે માર્કેટમાં આવી માછલીઓની માગ ખૂબ જ વધુ (Demand for live fish without water) છે.

પાણીમાં તરતું પ્લેટફોર્મ બનાવાયું

માછલી ખાનારા લોકો માટે માછલીઓની મોટી માગ છે

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલા વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં એક કંપનીએ 2,500 જેટલા પાંજરા ગોઠવ્યા છે. આ સાથે જ માછલી પાલન માટે 3 જેટલા તરતા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે. અહીં પંગાસીયસ (Pangasius) અને તિલાપિયા (Tilapia) પ્રકારની માછલીઓનું ઉત્પાદન કરવામાં આવે છે. ત્યારબાદ આ માછલીઓને વાપી, સુરત, જંબુસર સુધીના વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે. જોકે, માછલી ખાનારા લોકો માટે અતિપ્રિય આ માછલીઓની હાલ ખૂબ મોટી માગ છે.

પાણીમાં તરતું પ્લેટફોર્મ બનાવાયું
પાણીમાં તરતું પ્લેટફોર્મ બનાવાયું

આ પણ વાંચો- શ્વાનને દત્તક લેવા સુરતમાં 500 પરિવારોની વેઈટીંગ !

મહિને 60થી 70,000 ટન ઉત્પાદન થાય છે

કેન્દ્રશાસિત પ્રદેશ સિવાય વલસાડ જિલ્લાની જીવાદોરી ગણાતા મધુબન ડેમના પાણીની માફક આ ડેમમાં પાંગરતી માછલીઓ પણ લોકો માટે મનપસંદ છે. મધુબન ડેમમાં મેસર્સ અનિતા અજમેર સિંગ (M/S Anita Ajmer singh) નામની કંપની દ્વારા નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડના (National Fisheries Development Board- NFDB) અને ગુજરાતના મત્સ્ય ઉદ્યોગના સહયોગથી Blue Revolution scheme હેઠળ પંગાસીયસ (Pangasius) અને તિલાપીયા (Tilapia) પ્રકારની માછલીઓના ઉત્પાદનનો પ્રોજેકટ હાથ ધર્યો છે. આ પ્રોજેકટ અંગે કુશાલ સિંગે જણાવ્યું હતું કે, અમે તળાવમાં 2,500 જેટલા પાંજરાનું પાણીમાં તરતું પ્લેટફોર્મ બનાવ્યું છે. આમાં 2 ઈંચથી 5 ઈંચના પીસ નાખીએ છીએ. તેના માટે છત્તીસગઢથી શુદ્ધ શાકાહારી ખોરાક મગાવી તે આપીએ છીએ. 6 મહિના સુધી તેનો ઉછેર કરી તે બાદ તેને માર્કેટમાં સપ્લાય કરીએ છીએ.

આ માછલીઓ પાણીથી બહાર કાઢ્યા પછી પણ 3 દિવસ સુધી પાણી વગર જીવીત રહી શકે છે

અન્ય માછલીઓની તુલનાએ આ માછલીઓનો ટેસ્ટ અલગ અલગ છે

દર મહિને 60થી 70,000 ટન આસપાસ ઉત્પાદન થતી આ માછલીઓમાં 2 પ્રકારની વેરાઈટી છે. એક પંગાસીયસ માછલી (Pangasius fish) છે તો બીજી તિલાપિયા માછલી (Tilapia Fish) છે. અન્ય માછલીઓની તુલનાએ આ માછલીઓનો ટેસ્ટ અલગ છે. એટલે મચ્છી શોખિન લોકો તેને વધુ પસંદ કરે છે. મધુબન ડેમમાંથી રોજના 2,000 ટન જેટલો જથ્થો સેલવાસ, સુરત, વાપી, દહેજ, ભરૂચ અને ઝંબૂસર સુધી મોકલવામાં આવે છે. આ માછલીઓ 3 દિવસ સુધી જીવિત રહી શકતી (Fish that live without water) હોય વેપારીઓ માટે નફાનો વેપાર છે. જ્યારે ખરીદનાર માટે તાજી માછલીઓ ખરીદી હોવાનો આત્મસંતોષ આપતી ખરીદી છે.

મહિને 60થી 70,000 ટન ઉત્પાદન થાય છે
મહિને 60થી 70,000 ટન ઉત્પાદન થાય છે

આ પણ વાંચો- Botanical Gardens of MS University : MS યુનિવર્સિટીના બોટનીકલ ગાર્ડનને 100 વર્ષ પૂર્ણ, પ્રજ્ઞાચક્ષુઓ માટે છે વિશેષ સુવિધા

પંગાસીયસ અને તિલાપિયા ફિશને 100થી 140 રૂપિયા કિલો હોલસેલ ભાવે વેચાણ કરાય છે

આ અનોખા મચ્છી ઉછેર કેન્દ્ર અંગે જિગ્નેશ જગુવાલાએ જણાવ્યું હતું કે, શરૂઆતના 2 વર્ષ અમારા માટે ખૂબ જ મુશ્કેલભર્યા હતા. સ્થાનિકે માર્કેટના હોય ઉત્પાદન કરેલી માછલીઓનું વેચાણ કરવું મુશ્કેલ બન્યું હતું, પરંતુ હવે આ માછલીઓનું ખૂબ સારું માર્કેટ ઊભું થયું છે. હાલમાં પંગાસીયસ ફિશને 100થી 110 રૂપિયા કિલો અને તિલાપિયા ફિશને 130થી 140 રૂપિયા કિલો હોલસેલ ભાવે વેચાણ કરવામાં આવે છે.

મેસર્સ અનિતા અજમેર સિંગ નામની કંપની આ માછલીઓનું ઉત્પાદન કરે છે

શિયાળા અને ચોમાસામાં પ્રોડક્શન ઘટે છે

આ મચ્છી પાલનને લાઈવ ફિશ પ્રોજેક્ટ ગણવામાં આવે છે. આનો લાભ અહીં આસપાસ ડેમ કાંઠે વસેલા 35 જેટલા ગામડાઓના મચ્છી મારી કરતા લોકો માટે પણ આશિર્વાદરૂપ છે. મચ્છી પાલન કરતી સંસ્થા ગ્રામ્ય લોકો સાથે સંકલન કરી તેમને હોલસેલ ભાવે માછલીઓ આપી તેમને રોજગાર આપી રહી છે. જોકે, અન્ય માછલીઓની જેમ આ માછલીઓનું પણ શિયાળામાં ઉત્પાદન ઘટે છે. આ ઉપરાંત ચોમાસામાં અઢી મહિના અહીં સતત વરસાદ વરસતો હોય તે સમયે માછલીઓનું જોઈએ તેવું પ્રોડક્શન મેળવી શકાતું નથી.

પાણીમાં તરતું પ્લેટફોર્મ બનાવાયું
પાણીમાં તરતું પ્લેટફોર્મ બનાવાયું

ગુજરાત, આસામ, ઝારખંડમાં મચ્છી ખાનારા લોકોમાં માછલીઓની માંગ દિનપ્રતિદિન વધી રહી છે

સામાન્ય રીતે દરેક માછલીઓને પાણીમાંથી બહાર કાઢ્યા બાદ તેને લાંબો સમય સુધી સુરક્ષિત રાખી શકાતી નથી. તેમ જ તેમને પૂરતો પૌષ્ટિક ખોરાક પણ આપવામાં આવતો નથી. જ્યારે આ માછલીઓને પૌષ્ટિક અને શુદ્ધ શાકાહારી ખોરાક આપવામાં આવે છે. એટલે માછલીઓ લાંબો સમય સુધી બગડતી નથી. એ મહત્ત્વના પાસાને ધ્યાનમાં રાખી ગુજરાતના વલસાડના મધુબન ડેમ સિવાય આસામ, ઝારખંડ જેવા રાજ્યોમાં પણ મચ્છી ખાનારા લોકોમાં આ માછલીઓની માગ દિનપ્રતિદિન (Demand for live fish without water) વધી રહી છે. અને સરકારને સારી એવી રેવન્યૂ આપી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.