ETV Bharat / city

ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે તમામ 7 વોર્ડમાં વિજય મેળવવાની આશા વ્યક્ત કરી

વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યાં છે. ભાજપે ઉમરગામ નગરપાલિકાના તમામ 7 વોર્ડમાં વિજય મેળવીશું તેવી આશા વ્યક્ત કરી આ ચૂંટણીમાં તેમની સામે કોઈ હરીફ નહીં હોવાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત ટર્મમાં ભાજપ શાસિત નગરપાલિકામાં અનેક વિવાદો ઉભા થયા હતાં અને સતત ચર્ચામાં રહી હતી.

ETV BHARAT
ભાજપે તમામ 7 વોર્ડમાં વિજય મેળવવાની આશા વ્યક્ત કરી
author img

By

Published : Feb 11, 2021, 5:22 PM IST

  • ઉમરગામ નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારો જાહેર
  • આ ચૂંટણીમાં તમામ વોર્ડમાં જીત મેળવવાની આશા
  • કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ હરીફાઈમાં નબીં હોવાની ગુલબાંગ

વલસાડ: ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગ્યા બાદ બુધવારે સાંજે ભાજપે પોતાના 7 વોર્ડના 28 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ઉમરગામ નગરપાલિકામાં ગત ટર્મમાં ભાજપનું શાસન હતું. પાલિકા વિસ્તારમાં અનેક વિકાસના કામો કર્યા હોવાનો ભાજપનો દાવો છે, જ્યારે ગટર, આરોગ્ય, શિક્ષણ જેવા પાયાગત પ્રશ્નો પણ હલ નથી થયા તેવા કોંગ્રેસના આક્ષેપોને નકારી ભાજપે આ ચૂંટણીમાં કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ તેની હરીફાઈમાં નહીં હોવાનું જણાવ્યું છે.

ઉમરગામ નગરપાલિકામાં 21,979 મતદારો

28 ફેબ્રુઆરીએ ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન છે. પાલિકા વિસ્તારના 12,159 પુરુષ મતદારો, 9,820 સ્ત્રી મતદારો મળી કુલ 21,979 મતદારો 7 વોર્ડના 28 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાના છે, ત્યારે ગત ટર્મમાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપે મહત્વના કહી શકાય તેવી પીવાના પાણીની પાઇપલાઇનની સુવિધા, સારા રસ્તાઓ, ગટર, સ્ટ્રીટ લાઈટ, તળાવ બ્યુટીફીકેશન સહિતના કાર્યો પૂર્ણ કર્યા હોવાનું ભાજપ કન્વીનર ટીનું બારીએ જણાવ્યું હતું.

પાણી, રસ્તાના મહત્વના કાર્યો કર્યાં

આ ચૂંટણીમાં તમામ વોર્ડમાં વિજયી બની બાકી રહેતા કાર્યો પણ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. ટીનું બારીએ વધુમાં જણાવ્યું હતું કે, ગત ટર્મમાં કોંગ્રેસે વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 7માં વિજય મેળવ્યો હતો. આ સાથે જ વોર્ડના વિકાસના કામો પણ ભાજપે પુર્ણ કર્યાં છે. આ ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસ હરીફાઈમાં નથી. જેથી તમામ વોર્ડ પર ભાજપ વિજયી બની સત્તા મેળવશે.

બીચ બ્યુટીફીકેશનના અધૂરા કર્યો પૂર્ણ કરશે

ભાજપ તરફથી વોર્ડ નંબર 4માં ઉમેદવારી નોંધાવનારા કૃણાલ રાઠોડે પણ પોતાની જીતની આશા વ્યક્ત કરી જણાવ્યું હતું કે, જીત મેળવ્યા બાદ પોતાના વોર્ડમાં જે પેવર બ્લોકના, સ્ટ્રીટ લાઈટના, દરિયા કિનારાના બ્યુટીફીકેશનના કાર્યો અધૂરા છે, તેને પૂર્ણ કરી ઉમરગામ નગરપાલિકા વિસ્તારને પ્રવાસનક્ષેત્રે આગવી ઓળખ અપાવીશું.

ભાજપે તમામ 7 વોર્ડમાં વિજય મેળવવાની આશા વ્યક્ત કરી

મતદારો જાગૃત રહી નગરના વિકાસ પર નજર રાખશે

નગરપાલિકાની ચૂંટણીને લઈને યુવા મતદારોએ પણ નગર સુંદર બને સારો વિકાસ થાય તેવી આશા સેવી હતી અને તે માટે જાગૃત મતદાર તરીકે વિકાસના તમામ કામો પર સતત નજર રાખવાની નેમ સેવી હતી.

ગત ટર્મના ઉમેદવારોને, ભાઈ, ભત્રીજાઓ, પરિવારના સભ્યોને ટિકિટ આપી

ઉલ્લેખનીય છે કે, ગત ટર્મમાં ઉમરગામ નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવ્યા બાદ ઉમરગામ નગરપાલિકા સતત વિવાદોમાં ઘેરાયેલી રહી હતી. અનેક રાજકીય દાવપેચથી સતત ગાજતી રહી હતી. આ વખતે પણ ભાજપે ગત ટર્મના જ કેટલાક ઉમેદવારોને તેમજ તેમના જ ભાઈ, ભત્રીજાઓ અને પરિવારના સભ્યોને ટિકિટ આપી છે, ત્યારે કેટલાક વોર્ડના નારાજ મતદારો ભાજપના ઉમેદવારોને ફરી સત્તા પર બેસાડશે કે નકારશે તેને લઈને ભાજપમાં જ રાજકારણ ગરમાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.