દમણ: સંઘપ્રદેશ દમણની એક પીડિતાને અલગ-અલગ સોફ્ટવેર દ્વારા વોટ્સએપના માધ્યમથી ઇન્ટરનેશનલ વિડીયો કોલ કરી અશ્લીલ હરકતો કરતા તેમજ અશ્લીલ વિડીયો મોકલતા આરોપીને દમણ પોલીસે 8 મહિનાની મહેનત બાદ આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાંથી (andhra pradesh kadapa district) ઝડપી પાડી દમણ લાવી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 9 મહિના પહેલા 23 જુલાઈ 2021ના રોજ આ મામલે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં દમણ પોલીસને સફળતા મળી છે.
ઇન્ટરનેશનલ નંબરો પરથી અશ્લીલ મેસેજ મોકલતો- ગત 23મી જુલાઈએ દમણ પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી યુવતીએ જણાવ્યુ હતું કે, તેના મોબાઈલ પર 21 જુલાઈથી 22 જુલાઈ દરમિયાન કોઈ વ્યક્તિ અલગ અલગ ઇન્ટરનેશનલ નંબરો પરથી અશ્લીલ મેસેજ (Obscene messages from international numbers) મોકલી રહ્યો છે અને વિડીયો કોલ કરી અશ્લીલ હરકતો કરે છે. યુવતીએ તે યુવકનો નંબર બ્લોક લિસ્ટમાં નાંખ્યા બાદ અને સમજાવ્યા બાદ પણ તે અટક્યો નહોતો. પોલીસ ફરિયાદ કરી તો બદનામ કરી દેવાની ધમકી આપતો હતો.
આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાંથી આરોપી ઝડપાયો- દમણ પોલીસે કલમ 354-એ, 509, 506 IPC અને 64-એ IT એક્ટ મુજબ ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે લગાતાર 8 મહિના સુધી ટેક્નિકલ સર્વેલન્સની મદદથી તપાસ ચાલું રાખી હતી, જેમાં SHO સોહિલ જીવાણીની ટીમને આખરે સફળતા મળી છે. નાની દમણ પોલીસે (nani daman police) દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાં જઇ આરોપી સૈયદ અબ્દુલ્લાની ધરપકડ કરી દમણ કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આ પણ વાંચો: Jamnagar Police લાખોટા તળાવ પર સગીરા સાથે અશ્લીલ હરકતો કરતા વૃદ્ધ સામે એકશન
થર્ડ પાર્ટી પ્લેસ્ટોર, સેકન્ડ લાઈન અને ફ્રેન્ડ ટૂલ્સનો ઉપયોગ કરતો- અલગ-અલગ એપનો ઉપયોગ પજવણી કરતો- પકડાયેલ આરોપી સૈયદ અબ્દુલ્લાની મોડ્સ ઓપરેન્ડી અંગે SHO સોહિલ જીવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી સૈયદ અબ્દુલ્લા પોતાના કુકર્મોને પોલીસથી છૂપાવવા માટે થર્ડ પાર્ટી પ્લેસ્ટોર, સેકન્ડ લાઈન અને ફ્રેન્ડ ટૂલ્સ જેવા હાઇડન એપનો ઉપયોગ કરતો હતો અને ઇન્ટરનેશનલ નંબરથી વોટ્સએપ પર વિડીઓ કોલ કરી, અશ્લીલ વિડીયો મોકલી પીડિતાને પરેશાન કરતો હતો.
આરોપીને પકડતી વખતે સ્થાનિક લોકોએ ઘેરાવ કર્યો- આરોપી સુધી પહોંચવા માટે દમણ પોલીસે ટેક્નિકલ સંસાધનો, હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીની ઓળખ, આરોપીનું ચોક્કસ સ્થળ જાણ્યું હતું. જેમાં તે દમણથી 1,250 કિમી દૂર રવિન્દ્ર નગર, જિલ્લો કડપ્પા આંધ્રપ્રદેશ હતું. દમણ પોલીસ ટીમે (Daman Police In Andhra Pradesh) ત્યાં ગઈ ત્યારે ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તાર એકદમ દુર્ગમ હોવાથી લોકલ પબ્લિક સાથે કોમ્યુનિકેશન સ્થાપવું પણ પોલીસ માટે લોખંડના ચણા ચાવવા જેવું અઘરું થઇ પડ્યું હતું અને જ્યારે આરોપીનું લોકેશન ટ્રેસ થયું ત્યારે દમણ પોલીસ જે વિસ્તારમાં તેને પકડવા ગઈ ત્યાં તેનો સ્થાનિક લોકોએ ઘેરાવ કર્યો હતો.
આ પણ વાંચો: રાજકોટની હોટેલમાં અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થતાં પોલીસે નોંધી ફરિયાદ
કોર્ટે આરોપીના કસ્ટોડિયલ રિમાન્ડ મંજૂર કર્યા- દમણ પોલીસની ટીમે કડપ્પાની લોકલ પોલીસ ટીમના સહયોગથી અંતે સાયબર ક્રાઇમ (Cyber Crime In Daman)ના મુખ્ય સૂત્રધાર સૈયદ અબ્દુલ્લાને દબોચી લઈ દમણ લઈ આવી હતી. દમણ પોલીસે આરોપીની ધરપકડ કરી સૌ પ્રથમ તેને કડપ્પા મેજિસ્ટ્રેટ સમક્ષ પ્રસ્તુત કરીને તેના ટ્રાન્જીટ રિમાન્ડ મેળવીને નાની દમણ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. અહીં આરોપીને ફરી દમણ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના કસ્ટોડિયલ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
અજાણ્યા નંબરો પર વાત ન કરવી- આરોપીની ધરપકડ દરમિયાન પોલીસે તેની પાસેથી 2 મોબાઈલ પણ કબજે કર્યા છે. 8 મહિના બાદ મહત્વના કેસમાં સફળતા મેળવી દમણ પોલીસે જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે, આવા સાયબર ક્રાઇમને અટકાવવા માટે કોઈપણ પ્રકારના અજાણ્યા નંબરો પર વાત કરવાથી જેમ બને તેમ બચીને રહેવું. કોઈપણ પ્રકારની અજાણી સાઈટ પરથી કોઈ કાર્ય ન કરવું. જો તેમ છતાં કોઈ વ્યક્તિ પરેશાન કરતું હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો, જેથી આવા ગુનાઓને ઉગતા જ ડામી શકાય.