- યુવકને ઢોરમાર મારીને કરાઇ હતી હત્યા
- કોંટ્રાક્ટરે સમાધાન માટે બોલાવીને માર મર્યો હતો
- મૃતક યુવકે સગીરાની છેડતી કરી હોવાનો આક્ષેપ
દમણ : સંધ પ્રદેશના ડાભેલ વિસ્તારમાં રહેતા કલ્પેશ પટેલ સહિત 10 શખ્સોએ ગુરૂવારે કંસ્ટ્રક્શન સાઇટ પર કડીયા કામ કરતા સંતોષ બ્રિજેશ ભૈઠાને વાત કરવા માટે ડાભેલમાં બોલાવી મારમારી એક હોટલ પાછળ ફેકી દીધો હતો. બાદમાં સારવાર પહેલા યુવકનું મોત થતા પોલીસે 10 સામે ગુનો દાખલ કર્યો હતો.
6 આરોપીઓની દમણ પોલીસે ધરપકડ કરી
કડીયા કામ કરતા વ્યક્તિની હત્યા કેસમાં દમણ પોલીસે 10 પૈકી 6 લોકોની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક સંતોષે બે દિવસ અગાઉ એક કંસ્ટ્રક્શન સાઇટ પર કામ કરતી સગીરા મજૂરની છેડતી કરી હતી.
પાઠ ભણાવવા માર્યો હતો ઢોરમાર માર
આ ઘટનાની જાણ તેના પિતાને કરવામાં આવતા પરિવારના સભ્યો તેમજ મિત્રોએ આ કડીયાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. જે માટે તેને સમાધાન માટે બોલાવ્યા બાદ હદથી વધારે માર મારતા અંતે તેને દમ તોડી દીધો હતો.
દમણ પોલીસે 6 લોકોની ધરપકડ કરી
હાલ પોલીસે આરોપી કલ્પેશ પટેલ, ગિરીશ, જીતુ, કમલેશ, ગુલાબ અને લલિતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.