- દાદરા નગર હવેલીમાં 206 કોરોના પોઝિટિવ
- વલસાડમાં 2ના મોત સાથે 69 પોઝિટિવ કેસ
- દમણમાં 50ને રજા અપાઈ તો 28 નવા કેસ
વલસાડઃ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાંથી બુધવારે 123 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થયા હતા. જ્યારે તેની સામે 302 દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં મંગળવારે 265 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ બુધવારે વધુ 206 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. દાદરા નગર હવેલીમાં આ સાથે કુલ એક્ટિવ કેસની સંખ્યા 1170 થઈ છે. બુધવારે 44 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 2045 થઈ છે.
![વલસાડ, સેલવાસ અને દમણમાંથી વધુ 303 પોઝિટિવ કેસ નોંધાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-303-positive-case-photo-gj10020_21042021204440_2104f_1619018080_522.jpg)
આ પણ વાંચોઃ દાદરા નગર હવેલીમાં મંગળવારે 265 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
દાદરા નગર હવેલીમાં 1170, દમણમાં 270 એક્ટિવ કેસ
દમણમાં બુધવારે 50 દર્દીઓ સાજા થતા તેને સારવારમાંથી રજા અપાઈ હતી. જ્યારે 28 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. દમણમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 270 છે. જ્યારે અત્યાર સુધીમાં 1692 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે,
![વલસાડ, સેલવાસ અને દમણમાંથી વધુ 303 પોઝિટિવ કેસ નોંધાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-303-positive-case-photo-gj10020_21042021204440_2104f_1619018080_363.jpg)
વલસાડમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 506
વલસાડ જિલ્લામાં બુધવારે રામ નવમીના દિવસે વધુ 2 દર્દીના મોત નિપજ્યા હતાં. જ્યારે 69 દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. વલસાડ જિલ્લામાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 506 થઈ છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1551 થઈ છે. તો અત્યાર સુધીનો કુલ મૃત્યુ 191 લોકોના થયા છે.
![વલસાડ, સેલવાસ અને દમણમાંથી વધુ 303 પોઝિટિવ કેસ નોંધાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-303-positive-case-photo-gj10020_21042021204440_2104f_1619018080_1098.jpg)