વલસાડ : જિલ્લામાં કામ કરતા પ્રવાસી કામદારો માટે સરકારે રેલવે દ્વારા વતન વાપસીની સુવિધા ઉભી કર્યા બાદ મંગળવારે સરીગામ-ભીલાડથી પહેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેન રવાના કરી હતી. જેમાં ભિલાડ સરીગામ વિસ્તારના 381 શ્રમિકો, ઉમરગામ વિસ્તારના 747 શ્રમિકો અને વાપી વિસ્તારના 472 શ્રમિકોનો સમાવેશ થતો હતો.
ટ્રેનમાં મહિલા, બાળકો અને વૃદ્ધોએ પોતાના પરિવાર સાથે વતન વાપસી કરી હતી. આ તકે વતન વાપસી વચ્ચે સરીગામ ભીલાડના તમામ શ્રમિકોને ભીલાડ સ્વામિનારાયણ સ્કૂલના કમ્પાઉન્ડમાં બેસાડી મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ તકે વિવિધ ગામના તલાટી કમ મંત્રી, તાલુકા પંચાયતના કચેરીના અધિકારીઓ અને સંબંધિત વિભાગ આ કાર્યમાં જોડાયા હતા. વલસાડના નાયબ કલેક્ટર સી.પી પટેલે પણ મુલાકાત લઇ વ્યવસ્થા પર નજર રાખી હતી.
આ સમગ્ર વ્યવસ્થા વચ્ચે ભિલાડ સ્ટેશન બહાર જિલ્લાના પોલીસ જવાનો બંદોબસ્ત માટે ગોઠવાયા હતા. ઉમરગામના શ્રમિકોને અકરા મારુતિ મેદાનથી મેડિકલ સ્કેનિંગ કરી બસ દ્વારા ભીલાડ રેલવે સ્ટેશન પર પહોંચાડવામાં આવ્યા હતા. જ્યારે વાપીના શ્રમિકોને પણ બસ દ્વારા ભીલાડ રેલવે સ્ટેશન પર લઇ આવી ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડી રાત્રે 10 કલાકે ટ્રેનને યુપીના જૌનપુર જવા રવાના કરાઇ હતી.
મહત્વનું છે કે, આજે બુધવારે વાપીથી પણ 2 ટ્રેન રવાના કરવામાં આવશે. જેમાં 1600-1600 શ્રમિકોને ટ્રેનમાં બેસાડી સાંજે 5 કલાકે મધ્યપ્રદેશના રિવા માટે અને યુપીના બસ્તી માટે 7 કલાકે ટ્રેન રવાના કરવામાં આવશે.
વાપી અને ઉમરગામથી UPના શ્રમિકો ટ્રેન મારફતે રવાના, સાંજે વધુ 2 ટ્રેન રવાના થશે - 1600 workers from UP leave by train
મંગળવારે ભિલાડ સ્ટેશનથી 1600 જેટલા શ્રમિકોને ટ્રેનમાં મારફતે યુપીના જૌનપુર ખાતે રવાના કર્યા હતા. તો આજે બુધવારે સાંજે 5 કલાકે મધ્યપ્રદેશના રિવા માટે અને યુપીના બસ્તી માટે 7 કલાકે ટ્રેન દ્વારા રવાના કરવામાં આવશે.