ETV Bharat / city

ભાવનગરમાં યુવાન કરી રહ્યો છે ઓક્સિજન સિલિન્ડરની વિનામૂલ્યે સેવા - Ghanshyam Patel

ભાવનગર શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કેટલાય દર્દીઓ ઘરમાં જ ઓક્સિજન સિલિન્ડર લાવીને સારવાર કરી રહ્યા છે. જિંદગીને બચાવવા માટે ઓક્સિજન સિલિન્ડર ખૂબ મહત્વના છે. ત્યારે ઓક્સિજન સિલિન્ડર પૂરું પાડવા સેવાની ભાવના સાથે ઘનશ્યામ પટેલ વિનામૂલ્યે સિલિન્ડર પુરા પાડી રહ્યા છે.

ભાવનગરમાં યુવાન કરી રહ્યો છે ઓક્સિજન સિલિન્ડરની વિનામૂલ્યે સેવા

author img

By

Published : Apr 29, 2021, 11:03 PM IST

  • ભાવનગરમાં ઓક્સિજનની અછત વચ્ચે યુવાને શરૂ કરી સેવા
  • યુવાન ઘનશ્યામ પટેલે ઓક્સિજનની સેવાનો કર્યો પ્રારંભ
  • 25 થી 30 સિલિન્ડર લઈ દર્દીને આપી રહ્યા છે વિનામૂલ્યે

ભાવનગરઃ શહેરમાં સર ટી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં બેડ ફૂલ થતા ઘરે દર્દીઓને રાખવા લોકો મજબૂર બન્યા છે. ત્યારે ભાવનગરના પાટીદાર સમાજના એક યુવાન ઘનશ્યામ પટેલે પ્રાણવાયુ એટલે ઓક્સિજનની સેવાનો પ્રારંભ કર્યો છે. "સેવા પરમો ધર્મ" સેવાથી મોટો કોઈ ધર્મ નથી. ઘનશ્યામભાઈ પોતાના મિત્રની ઓક્સિજનની ફેક્ટરીમાંથી 25 થી 30 સિલિન્ડર લઈ અને આ સિલિન્ડર પોતાના ઘરમાં રાખે છે. જેને ઘરે દર્દીની સારવાર કરવી છે તેવા લોકોને ઓળખાણ મારફત વિના મૂલ્યે ઓક્સિજન સિલિન્ડર આપી રહ્યા છે.

ભાવનગરમાં યુવાન કરી રહ્યો છે ઓક્સિજન સિલિન્ડરની વિનામૂલ્યે સેવા
ભાવનગરમાં યુવાન કરી રહ્યો છે ઓક્સિજન સિલિન્ડરની વિનામૂલ્યે સેવા

આ પણ વાંચોઃ ભાવનગર સ્મશાનમાં રાત દિવસ માનવ સેવા કરે છે નાગરિકો, લાકડાની પણ કરે છે વ્યવસ્થા

25 થી 30 સિલિન્ડર સાથે તેઓ ફ્લો મીટર પણ રાખી રહ્યા છે

ભાવનગરમાં એક ઓળખાણ વાળા મિત્રનાં ઘરના સભ્યને ઓક્સિજનની જરૂરિયાત પડી, જેઓ ગરિયાધારથી આવ્યાં હતા અને ક્યાંય બેડની વ્યવસ્થા થઈ નહી, તેમજ ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઈ હતી જોકે, ઓક્સિજન મળ્યું નહી જેથી સિલિન્ડર માટે વલખા મારવા પડ્યા હતા. ત્યારે ઘનશ્યામભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમને સિલિન્ડરની વ્યવસ્થા કરી દીધી હતી. ત્યારથી તેમને નક્કી કર્યું કે ઓક્સિજન માટે તેઓ લોકસેવાનો પ્રારંભ કરશે. 25 થી 30 સિલિન્ડર સાથે તેઓ ફ્લો મીટર પણ રાખી રહ્યા છે, કારણ કે ક્યાંય પણ ફલો મીટર મળી રહ્યા નથી. જેથી ઇમરજન્સીમાં દર્દીને જરૂરિયાત હોઈ તેવા નવા સિલિન્ડર લેવા આવતા દર્દીને આપી શકાય આમ વારાફરતી ફ્લો મીટર આપી જિંદગી બચાવવા એક યુવાન એકલા હાથે લોકસેવા કરી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.