- કોંગ્રેસે અંતિમ કલાક સુધી નામ રાખ્યા સસ્પેન્સ
- અંતિમ કલાકમાં 7 નામ જાહેર કરવામાં આવ્યા
- ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખની ETV BHARAT સાથે ખાસ વાતચીત
ભાવનગર : BMC એટલે કે ભાવનગર કોર્પોરેશનના 2 વૉર્ડમાં 7 નામો પર કોંગ્રેસે અંતિમ દિવસે એક કલાક બાકી હતો. ત્યાં સુધી સસ્પેન્સ રાખ્યું હતું. અંતિમ કલાકમાં મેન્ડેટ આપીને બાદમાં 7 નામ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપ સામે પૂરી ટક્કર આપવા કોંગ્રેસે છેલ્લે સુધી નામો અંગે સસ્પેન્સ જાળવી રાખ્યો હતો. પક્ષના લોકોની ટિકિટ કપાવા બાબતે હોબાળો થાય નહીં માટે સીધા મેન્ડેટ આપ્યા હોવાનું સાબિત થતું હતું. જોકે, શહેર પ્રમુખે મેન્ડેટ આપ્યા બાદ જણાવ્યું હતું કે, અમે નામો જાહેર કરી દીધા છે.
કોંગ્રેસ ફોર્મ ભરવાના એક કલાક પહેલાં મેન્ડેટ આપ્યા
ભાવનગર મહાનગરપાલિકામાં 45 નામોની યાદી જાહેર કર્યા બાદ બે વૉર્ડના 7 નામ જાહેર કરવામાં આવ્યા ન હતા. કોંગ્રેસે છેલ્લા દિવસે ફોર્મ ભરવાના એક કલાક પહેલાં મેન્ડેટ આપ્યા હતા. જેમાં સાત નામનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસના ચિત્રા ફુલસર વૉર્ડ નં.-1 અને કુંભારવાડા વૉર્ડ નં. 2ના ત્રણ ઉમેદવારના નામો ગુપ્ત રાખ્યા હતા. સાગરભાઈ રાયકાને સાથે રાખીને શહેર પ્રમુખ અને પીઢ નેતા ભરતભાઇ બુધેલીયાએ અંતિમ બાકી કલાક દરમિયાન સીધા મેન્ડેટ આપ્યા હતા.
ક્યા સાત નામ અને તેના વૉર્ડ ક્યાં ?
ભાવનગરના મહાનગરપાલિકાના બે વૉર્ડ ચિત્રા ફુલર વૉર્ડ નં.-1 જેમાં ચાર નામ બાકી રાખવામાં આવ્યા હતા. જેમાં મેન્ડેટ આપ્યા બાદ કોંગ્રેસે નામ જાહેર કર્યા છે. જેમાં કાંતિભાઈ ગોહેલ, ચિરંજય સોલંકી, ગોમીબેન ચૌહાણ અને દક્ષાબા ગોહિલનો સમાવેશ થાય છે. ગત ટર્મના કૈલાશબેન મોરડીયાને કાપવામાં આવ્યા છે. હવે કુંભારવાડા વૉર્ડ નં.-2માં અરવિંદ પરમાર, આકાશ ઘનશ્યામભાઈ ચુડાસમા, કુદરૂમનીશા અખ્તરભાઈ રાંધનપુરીને ટિકિટ આપવામાં આવી છે. આ વૉર્ડમાં જયાબેન ચાવડાને કાપી નાખવામાં આવ્યા છે. ઘનશ્યામ ચુડાસમાને બદલે તેના પુત્રને ટિકિટ આપવામાં આવી છે. ઘનશ્યામ ચુડાસમાને કાપવા પાછળ તેનો લાંચ માંગણીનો ઓડિયો વાયરલ કારણભૂત માનવામાં આવે છે.