- સરકાર વાવાઝોડું કે કોરોનામાં નિષ્ફળ છે
- કોંગ્રેસના પીઢ નેતા ભાવનગરમાં પત્રકારોને મળીને રવાના થયા
- શંકરસિંહે ભાજપની સરકારને પેન્ડેમીક સરકાર ગણાવી
ભાવનગર: શંકરસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહાર કર્યા છે. કોરોના હોઈ કે વાવાઝોડું સરકાર નિષ્ફળ હોવાનું જણાવ્યું છે. કોરોનામાં મૃત્યુ પામનારા લોકો માટે સરકારને જવાબદાર ગણાવી હતી. ભાવનગર વાવાઝોડાને પગલે સ્થળોની મુલાકાત લેવા નીકળેલા કોંગ્રેસના પીઢ નેતા ભાવનગરમાં પત્રકારોને મળીને રવાના થયા હતા. ઓક્સિજન વગર લોકોને સરકારે બેરહેમ રીતે લોકોને મરવા દીધા હોવાનો ગંભીર આક્ષેપ શંકરસિંહ વાઘેલાએ કર્યો હતો.
આ પણ વાંચો: ખેડૂતને શીખવાડવું બંધ કરી સહાય કરો અને વીજળી આપો- શંકરસિંહ
કોરોના કે વાવાઝોડા માટે સરકારને પેન્ડેમીક સરકાર કહેતા શંકરસિંહ
વાવાઝોડાને 20 દિવસ વીતવા છતાં અનેક ગામડાઓ હજુ અંધારપટમાં જીવન વિતાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા ભાવનગર પત્રકારોને મળીને સ્થળ મુલાકાત લેવા રવાના થયા હતા. સરકાર વાવાઝોડું હોય કે કોરોનામાં નિષ્ફળ છે. તેના જવાબમાં શંકરસિંહે ભાજપની સરકારને પેન્ડેમીક સરકાર ગણાવી હતી. એક હાઇકોર્ટના આદેશને લઈને શંકરસિંહ ઇલેકશન કમિશન હોય કે ગમે તે સંસ્થા સરકારની એટલે કે તંત્રને પંગુ બનાવી દીધુ હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો: રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરીને ભાજપે માનવતાની હત્યા કરી: શંકરસિંહ વાઘેલા
શંકરસિંહએ સરકારને કોરોનમાં લોકોના મોત માટે જવાબદાર ગણાવી
કોરોનામાં લોકોને ઓક્સિજન મળે નહીં અને મોત થઈ જાય. સુવિધા મળે નહીં અને બેડ ન હોય. ઇન્જેક્શન ન હોય. ભાજપની સરકારને પોતાની વાહ વાહમાં રસ છે. લોકોને આવી બેરહમી રીતે મરવા દેવા જોઈએ નહીં. દેશના તંત્રના વડા વડાપ્રધાન હોય છતાં લોકો મહામારીમાં મરે તે સરકારની દાનત છતી કરે છે. સરકાર રાતો રાત બધી સેવા ઉભી કરી શકે પણ સરકારને પોતાની વાહ વાહમાં રસ હોય તેમ લાગે છે.