- અકસ્માત પહેલા કાર ચલાવતો વીડિયો વાયરલ
- વાયરલ વીડિયોમાં મૃતક પરિવાર માણી રહ્યો છે આનંદ
- થોડી ક્ષણોમાં હસી ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો
ભાવનગર : શહેરના અજમેરી પરિવાર અને તેમના સગાઓ વ્યવહારિક કામ અર્થેથી પરત આવી રહ્યા હતા, ત્યારે અકસ્માત પહેલા બનાવેલો વીડિયો વાયરલ થયો છે. કારમાં જ બનાવેલો વીડિયો વાયરલ થયો છે. કાર ચલાવી રહેલા સીરાજે આ વીડિયો બનાવ્યો, ત્યારે તેમને ક્યાં ખ્યાલ હતો કે, કાળ તેમનો પીછો કરી રહ્યો છે અને થોડીવારમાં તેમને આંબી જશે.
આ પણ વાંચો : તારાપુર પાસે ગાડી અને ટ્રક અકસ્માતમાં 9ના મોત, મોદીએ દુઃખ વ્યક્ત કરી આપી 2 લાખની સહાય
અકસ્માતમાં થયા હતા 9 લોકોના મોત
આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક સવારે 6.20 વાગ્યે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં અજમેરી પરિવાર અને તેમના સગાઓ સહિત 9 જેટલા લોકોનાં મોત થયાં છે. કારમાં સવાર લોકો વ્યવહારિક કામ પતાવીને ભાવનગરના વરતેજ ગામે તરફ જઈ રહ્યા હતા, ત્યારે ભોગ બનનારના લોકો કારમાં મોજ-મસ્તી સાથે પરત ફરી રહ્યા હતા. તે સમયે ડ્રાઈવિંગ કરતા સીરાજભાઈએ ઉતારેલો અંતિમ વીડિયો વાયરલ થયો છે.
આ પણ વાંચો : તારાપુર પાસે ગોઝારા અકસ્માતમાં 9ના કમકમાટીભર્યા મોત
પરિવાર ઉત્સાહ અને આનંદમાં વતન તરફ જઇ રહ્યા હતાં
વીડિયોમાં અજમેરી પરિવાર મોજની વાતો કરીને એકદમ ઉત્સાહ અને આનંદમાં વતન તરફ જઇ રહ્યો હતો, ત્યારે તારાપુરના ઇન્દ્રણજ પાસે મોત જાણે કે તાંડવ કરવા બેઠું હોય તેમ કાળમુખો ટ્રક કારમાં ઘૂસી ગયો હતો.