- ભાવનગરના 13 જેટલા PHC સેન્ટર પર વેક્સિનેશન પ્રક્રિયા શરૂ છે
- 45 વર્ષ ઉપરના દરેક લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે
- હાલ 1,40,000 લોકોનું વેક્સિનેશન કરાયું
ભાવનગર: શહેરમાં વેક્સિનેશન પ્રક્રિયા મહાનગરપાલિકાના 13 જેટલા PHC સેન્ટર પર વેક્સિનેશન પ્રક્રિયા શરૂ છે. 45 વર્ષ ઉપરના દરેક લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે, જ્યારે 18 વર્ષ ઉપરના લોકો માટે રજિસ્ટ્રેશન સરકારની પ્રક્રિયા ચાલી રહી હોવાથી આદેશ બાદ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : રાજકોટમાં 45 વર્ષથી ઉપરના લોકોની કોરોના વેક્સિન લેવા માટે કતાર જોવા મળી
ભાવનગરમાં વેક્સિનેશનનું ETV BHARATનું રિયાલિટી ચેક
ભાવનગરમાં વેક્સિનેશન પ્રક્રિયા શરૂ છે કે કેમ, તે તપાસવા માટે ETV BHARAT દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ભાવનગરના મહાનગરપાલિકાના PHC સેન્ટરો પર વેક્સિનેશન હોવાથી અમે આખલોલ PHC સેન્ટર પર રિયાલિટી ચેક કરતા વેક્સિન લેનારા લોકો મળી આવ્યા હતા. સૌ કોઈ લાઈનમાં પોરના આધારના આધારે વેક્સિન માટે લાઈનમાં હતા અને 45 વર્ષ ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી હતી.
આ પણ વાંચો : કોરોના રસીકરણઃ 18 વર્ષથી ઉપરના જૂનાગઢના યુવાનોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
ભાવનગરમાં કેટલી વેક્સિન અપાઈ અને હાલમાં શુ સ્થિતિ?
ભાવનગર શહેરમાં વેક્સિન આપવામાં આવી રહી છે, ત્યારે મહાનગરપાલિકા વિસ્તારમાં 1,40,000થી વધુ વેક્સિન ડોઝ અપાઈ ચૂક્યા છે અને હાલમાં પ્રક્રિયા શરૂ છે. આજે શુક્રવારે 13 સેન્ટરને 6000 ડોઝ અપાયા છે અને આવતીકાલ શનિવાર માટે 6000 ડોઝ સાંજ સુધીમાં આવશે. તેમ આરોગ્ય અધિકારી આર. કે. સિન્હાએ જણાવ્યું હતું. વેક્સિન 18 વર્ષની ઉપરના લોકો માટે સરકારના આદેશ બાદ પ્રારંભ કરવામાં આવશે.