ભાવનગરઃ શહેરમાં લોકડાઉન સમયથી અખિલ ભારતીય કોળી સમાજ ગરીબોને શાકભાજી, અનાજની કીટ અને ટિફિન વ્યવસ્થા કરવામાં આવી છે. આજે લોકડાઉન ત્રણના અંતિમ દિવસે અંતર રાખીને હવન કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન પદે રાજ્યના કેબિનેટ પાણીપૂર્વઠા પ્રધાન કુંવરજી બાવળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઇટીવી ભારત સાથે EXCLUSIVE વાત કરી પાણી બાબતે વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું.
કેન્દ્રીય પ્રધાન કુંવરજી બાવળિયાએ લીધી ભાવનગરની મુલાકાત - પાણી મુદે ઈટીવી ભારત સાથે વાતચીત
ભાવનગર શહેર અને જિલ્લામાં બે દિવસથી પાણી વ્યવસ્થાનું મૂલ્યાંકન કરી સમસ્યા હલ કરવા ખુદ રાજ્યના કેન્દ્રીય પ્રધાન કુંવરજી બાવળિયા આવી પોહચ્યા છે. કુંવરજી બાવળિયાએ પાણી સમસ્યા સાથે સમાજના જોરદાર ચાલતા ભોજન વિતરણના કાર્યક્રમમાં હાજરી આપી હતી. સતત લોકડાઉન સુધી ગરીબોને ભોજન, શાકભાજી સહિત ટિફિન વ્યવસ્થા અવિરત ચાલુ રાખવાના યજ્ઞના અંતિમ દિવસે ઉપસ્થિત રહી સમાજના આગેવાનો અને કાર્યકરોને મળીને અભિનંદન પાઠવ્યા હતા તો ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત પાણી મુદ્દે કરી હતી.
કેન્દ્રીય પ્રધાન કુંવરજી બાવળિયા