ETV Bharat / city

તળાવમાં ડૂબવાથી માતા સહિત બે બાળકોના મોત

ભાવનગર: શિહોર તાલુકાના ખારી ગામમાં તળાવના કિનારે રહેતા પરિવારના માતા અને બે સંતાનોનું તળાવમાં ડૂબવાથી કરૂણ મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર પંથક શોકના ઘેરાવમાં છે.

તળાવમાં ડૂબી જતા માતા સહિત બે બાળકોના મોત
author img

By

Published : Oct 24, 2019, 4:06 AM IST

ખારી ગામમાં રહેતા પરિવારના માથે આભ ફાટી ગયું છે. 4 સભ્યોના પરિવાર પર કુદરત વિફરી જેના કારણે એક જ ક્ષણમાં ઘરનો મોભી અનાથ થઇ ગયો. મળતી માહિતી મુજબ, ગામમાં તળાવની પાસે કામ કરતી મહિલા નયનાબેનની દિકરી રમતા-રમતાં તળાવમાં પડી ગઇ હતી. દિકરીને બચાવવાના પ્રયાસમાં માતાનો પગ લપસી ગયો અને માતા પણ પુત્ર સાથે તળાવમાં ડૂબી ગઇ હતી.

તળાવમાં ડૂબી જતા માતા સહિત બે બાળકોના મોત

ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર ટીમ અને મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. મૃતકનો મૃતદેહ પોસ્ટર્મોટમ માટે મોકલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં શોક છવાયો છે.

Intro:એપૃવલ : કલ્પેશ સર
ફોર્મેટ : એવીબી

ભાવનગર જીલ્લાના સિહોર તાલુકાના ખારી ગામના તળાવમાં માતા અને પુત્ર-પુત્રી સહિત ત્રણ ના ડૂબી જતા મોતની ઘટનાએ ભારે અરેરાટી ફેલાવી છે. તળાવ નજીક રહેતા આ પરિવારની દીકરી તળાવ કાંઠે રમતા સમયે પગ લપસી અને તળાવના પાણીમાં ગરકાવ થઇ હતા તેને બચાવવા માતા પણ પણ પડી હતી જયારે કાંઠે રહેલું બાળક પણ માતાના પગલે તળાવમાં પડતા ત્રણેયના મોત નીપજયાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. Body:ભાવનગરના સિહોર તાલુકાના કર્નાડ અને ખારી ગામ વચ્ચે આવેલા તળાવમાં ડૂબી જતા માતા અને પુત્ર-પુત્રી સહિત ત્રણના કરુણ મોતની ઘટનાએ નાનકડા એવા આ ગામમાં ભારે અરેરાટી સર્જી દીધી છે. જેમાં સિહોરના ઘાંઘળી ગામે પિયર ધરાવતા અને કર્નાડ-ખારી ગામ વચ્ચે આવેલા એક તળાવ પાસે રહેતા કોળી નરેશ ભાઈ રાઠોડના પત્ની નયનાબેન ઉ.વ ૨૭ આજે તળાવ પાસે કામ કરતા હતા તે વેળા એ તેમની માસુમ પુત્રી તળાવ પાસે રમતા સમયે તેનો પણ લપસી જતા તે તળાવમાં પડી હતી. જેની ચીસો સાંભળી માતા પણ તેના નાના બાળકને લઇ કાંઠે દોડી હતી. દીકરીને ડૂબતી જોઈ બચાવવા માતા પોતાના દીકરાને કાંઠે મૂકી તળાવમાં પડી હતી. અને તે પણ ડૂબવા લાગી હતી અને તેને જોઈ નાનું બાળક પર તળાવના પાણીમાં પડતા ત્રણેય તળાવના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. આ બનાવની જાણ સ્થાનિકો ને થતા સ્થાનિકોએ ત્રણેય ની લાશને બહાર કાઢી હતી. જયારે ફાયર અને મામલતદાર અને પોલીસ સ્ટાફ સહિતનો કાફલો પણ ત્યાં દોડી ગયો હતો અને લાશને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એકજ પરિવારના ત્રણના મોતની ઘટનાના પગલે પરિવાર અને સમાજમાં શોક છવાય ગયો હતો.Conclusion:બાઈટ : સ્થાનિક ગ્રામજન ( ખારી ગામ )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.