- અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને કરાઈ અંતિમવિધિ
- મૃતકોની દફનવિધિ કરતા કરુંણ દ્રશ્યો સર્જાયા
- અંતિમવિધિ સમયે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
ભાવનગરઃ તારાપુર વટામણ હાઇવે પર બુધવારે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટેલા 9 મૃતકોના મૃતદેહને પીએમ બાદ ભાવનગર લાવવામાં આવ્યા હતા જેમાં શહેરના કુંભારવાડા કબ્રસ્તાન ખાતે 6 મૃતકોની દફનવિધિ કરતા કરુંણ દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે 2 મૃતકોની વરતેજ કબ્રસ્તાન ખાતે દફનવિધિ કરવામાં આવી છે. તેમજ એક હિન્દૂ યુવાનની હિન્દૂ રિવાજ મુજબ અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. કુંભારવાડા કબ્રસ્તાન ખાતે અંતિમવિધિ સમયે કરવામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભાવનગરના મેયર કીર્તિ દાણીધરીયા સહિતના સ્થાનિક રાજકીય અગ્રણીઓ પણ પહોંચ્યા હતા. મૃતકોના સ્વજનોને સાંત્વના પાઠવી હતી.
અકસ્માતમાં થયેલા મૃતકોની અંતિમવિધિ
અકસ્માતમાં 2 બાળકો સહિત 2 મહિલા અને 2 પુરુષોની ભાવનગર શહેરના કુંભારવાડા કબ્રસ્તાન ખાતે મુસ્લિમ સમાજના રિતી રિવાજ મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી. જ્યારે 2 મૃતકોને વરતેજ કબ્રસ્તાન ખાતે દફનવિધિ કરવામાં આવી હતી. તેમજે ગાડીના ચાલક રાઘવના હિન્દૂ વિધિ પ્રમાણે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ તારાપુર પાસે સર્જાયેલા અકસ્માત પહેલા મૃતક પરિવારજનોનો અંતિમ વીડિયો આવ્યો સામે
મૃતકોની અંતિમવિધિમાં ભાવનગર મેયર સહિત સ્થાનીક નેતાઓ હાજર
તારાપુર વટામણ હાઈવે પર થયેલા અકસ્માતમાં મૃતકોની યાદીમાં રહિમ સૈયદ, મુસ્તફા ડૈરિયા, સીરાજ અજમેરી, મુમતાઝ અજમેરી, રઈસ અજમેરી, અનિષા અલતાફ અજમેરી, મુસ્કાન અલતાફ અજમેરી, અલતાફ અજમેરી તથા ઇકો કાર ચાલક રાઘવ ઉર્ફે ઉકા ગોહેલ સિદસરનો સમાવેશ થાય છે. આ તમામ લોકોની દફનવિધિ સમયે ભાવનગર મેયર કીર્તિબેન દાણીધારીયાની સાથે સ્થાનિક નેતાઓ જેમાં કોર્પોરેટર સહિત મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ Indranaj accident: વરતેજ ગામમાં આક્રંદ, કાળનો કોળીયો થયેલાં પરિવારને અપાઈ શોકાંજલિ