ETV Bharat / city

ભાવનગરમાં આજે ફરી કોવિડ-19 કેસનો આંકડો 50ને પાર - ભાવનગર કોરોના અપડેટ

ભાવનગર શહેર અને જિલ્લામાં કોવિડ-19 કેસનો કુલ આંકડો આજે 50 પાર પહોંચ્યો છે. શહેરના 38 અને જિલ્લાના 17 કેસ સાથે એક દિવસનો આંકડો 55 પર પહોંચ્યો છે. ત્યારે ભાવનગર શહેર જિલ્લામાં સ્વસ્થ થવાની ટકાવારી પણ સારી રહી છે.

total 55 corona cases registered in bhavnagar
ભાવનગરમાં આજે ફરી કોવિડ-19 કેસનો આંકડો 50ને પાર
author img

By

Published : Aug 4, 2020, 9:49 PM IST

ભાવનગરઃ ભાવનગર શહેર અને જિલ્લામાં કોવિડ-19 કેસનો કુલ આંકડો આજે 50 પાર પહોંચ્યો છે. શહેરના 38 અને જિલ્લાના 17 કેસ સાથે એક દિવસનો આંકડો 55 પર પહોંચ્યો છે. ત્યારે ભાવનગર શહેર જિલ્લામાં સ્વસ્થ થવાની ટકાવારી પણ સારી રહી છે.

ભાવનગરમાં કોરોના કેસો દિવસની એવરેજમાં વધી રહ્યાં છે. ભાવનગરમાં 2 ઓગસ્ટના રોજ 55 કેસો આવ્યા છે. તંત્ર દ્વારા માત્ર નામ જાહેર નહીં કરવાની રણનીતિ બતાવે છે. આંકડા ઘટવા પાછળ કારણ શું છે અને આઇસોલેશન વોર્ડ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં અનલોક-2નો પ્રારંભ થયો હોવા છતાં કેસોની સંખ્યા વધી રહી છે.

ભાવનગર શહેરમાં આંકડો 1621 પહોંચી ગયો છે. કોરોનાના કેસો દિવસમાં 20 ઓછામાં ઓછા છેલ્લા ઘણા સમયથી આવી રહ્યાં છે. 20થી લઈને 30 સુધી તો ક્યારેક 30ને પાર પોઝિટિવ દર્દીઓનો આંકડો વટી ચૂકેલો છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસોથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યાં છે. આજ 4 ઓગસ્ટના દિવસે 38 કેસ સાંજ સુધીમાં શહેરમાં અને જિલ્લામાં 17 નોંધાઇ ચૂક્યા હતા. શહેરમાં ઘટતા આંકડા પાછળ તંત્ર સામે લોકો ગોલમાલની શંકા વ્યક્ત કરી રહ્યાં છે. નામ જાહેર નહીં કરીને તંત્રએ લોકોની ચિંતા વધારી દીધી છે.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આંકડો સ્થિર થયો છે. કેસ શહેર જિલ્લામાં સીમિત થઈ ગયા છે. કેસ અચાનક ઓછા આવવવાથી લોકોમાં ગુસ્સો હતો કે આંકડા હવે છુપાવાઈ રહ્યાં છે. જો કે, તંત્રએ અચાનક ટ્રાવેલ હિસ્ટ્રી અને નામો જાહેર કરવાનું બંધ કરવા પાછળનું કારણ દર્શાવ્યું નથી. આંકડો આજે 4 ઓગસ્ટએ 1621 પર ગયો છે. સ્વસ્થ થવાના કેસો વધી રહ્યાં છે. મતલબ સાફ છે કે અંદરખાને ચાલતી ક્યાંક ગોલમાલ જરૂર છે. અગાઉ 26 આવેલા કેસોમાં પણ સ્પષ્ટતા તંત્રએ કરી નથી.

જિલ્લામાં કેસ આવી રહ્યાં છે ત્યારે ભાવનગર શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન નોંધાયેલા છે. કેસો 1621 આજદિન સુધી થઈ ચૂક્યાં છે. ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા 3 માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કર્યા છે. ભાવનગરમાં આજદિન સુધીમાં 1146 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો 30 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. સર ટી હોસ્પિટલ સહિત ખાનગીમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 438 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યાં છે. તો સ્વસ્થ થવાનો આંકડો 1146 પર પહોંચી ગયો છે. ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે. ભાવનગરમાં કેસ 30થી 40 ની અંદર રહે છે ત્યારે લોકોમાં ચિંતા વધી રહી છે કે, ગોલમાલમાં ક્યાંક તેઓ લપેટમાં ના આવી જાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.