- ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય Youth Hostel દિવસની ઉજવણી જંગલમાં કરાઈ
- Germanyમાં 26 ઓગસ્ટ 1909ના રોજ કરવામાં આવી હતી શરુઆત
- ભાવનગર યુથ દિલ્હી સુધી સાયકલિંગ, હિમાલયમાં ટ્રેકિંગ પણ કરી ચૂક્યું છે
ભાવનગરઃ આંતરરાષ્ટ્રીય Youth Hostel દ્વારા 26 ઓગસ્ટ Foundation Day ની ઉજવણી કરવામાં આવી છે. 26 ઓગસ્ટ 1909ના દિવસે જર્મનીમાં Youth Hostel ની સ્થાપના કરવામાં આવી હતી. યુથ હોસ્ટેલ આજે સ્થાપના દિવસની ફાઉન્ડેશન ડે તરીકે ઉજવાણી કરી રહ્યું છે ત્યારે ભાવનગરના વિક્ટોરિયામાં તેની ઉજવણી કરવામાં આવી હતી. શું છે યુથ હોસ્ટેલ અને જંગલ અને પ્રકૃતિ સાથે તેનો સબંધ કેવી રીતે સંકળાયેલો છે જાણીએ.વહેલી સવારમાં યુથના લોકો વિક્ટોરિયામાં પહોંચ્યાં હતાં
આજે YOUTH HOSTEL ની જંગલ મુલાકાત
ભાવનગરમાં YOUTH HOSTEL નું બીલફિંગ આવેલું છે અને વર્ષોથી યુથ હોસ્ટેલ પોતાના કાર્યક્રમો આપતું આવ્યું છે. આજે આંતરરાષ્ટ્રીય યુથ હોસ્ટેલ ડેની ઉજવણી ભાવનગરના વિક્ટોરિયા પાર્ક એટલે અનામત જંગલમાં કરવામાં આવી છે. વહેલી સવારમાં યુથના લોકો વિક્ટોરિયામાં પહોંચ્યાં હતાં. વિક્ટોરિયામાં કેટલા પક્ષીઓ અને પશુઓ અને જીવો વસેલા છે તેની જાણકારી માટે આવેલા યુથના લોકોને માહિતગાર કરવા મરીન સાયન્સના ઇન્દ્રભાઈ ગઢવી અને યુથના આગેવાનો યુથની જાણકારી આપવા માટે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
ભાવનગરમાં યુથ હોસ્ટેલની શરુઆત
Youth Hostel ની સ્થાપના જર્મની બાદ 72 દેશોમાં યુથની સ્થાપના કરવામાં આવેલી છે. યુથ હોસ્ટેલની વ્યાખ્યા સમજવી જરૂરી છે. યુથ એટલે જે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છે અને હંમેશા રહેવા માગે છે તેના માટે યુથ કામ કરી રહ્યું છે. મનુષ્ય શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું ત્યારે રાખી શકે છે જ્યારે તે પ્રકૃતિને જાળવે અને તેને સમજે. યુથના સંજયભાઈ સલોતે જણાવ્યું હતુંબકે યુથનો સભ્ય શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માગતો હોય તેને યુથની ત્રણ બાબતોને જાણીને અનુસરવી પડે છે. વ્યક્તિએ પોતાનું શરીર,પ્રકૃતિ અને માનસિક જાળવણી જરૂરી છે.
યુથની કઈ કઈ પ્રવૃતિઓ થતી આવી છે
સમગ્ર વિશ્વમાં આવેલી યુથ હોસ્ટેલની દરેક વ્યક્તિઓ શારીરિક રીતે સ્વસ્થ રહે માટે પહાડોમાં ચડાણ, દરિયાકાંઠે રેતીમાં ચાલવું વગેરે જેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે. માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા પણ અલગ અલગ સેમિનાર, માર્ગદર્શન પ્રકૃતિનું પૂરું પાડવામાં આવે છે. મનુષ્ય જંગલમાં જઈને પ્રકૃતિ વચ્ચે જતાં માનસિક શાંતિ અનુભવે છે અને પ્રકૃતિના પશુપંખીઓને સમજે ત્યારે પોતાના અસ્તિત્વનું મહત્વ સમજાય છે. ભાવનગર યુથના સભ્યો દિલ્હી સુધી સાયકલિંગ, હિમાલયના પર્વતો પર ટ્રેકિંગ કરી ચૂક્યાં છે. આજે ભાવનગરમાં આવેલા શહેર વચ્ચેના એકમાત્ર જંગલથી યુથના આશરે 50થી વધુ લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ભાવનગર શહેરની આ સરકારી શાળા સોલાર અને એસીથી સજ્જ બનશે : સરકારના એક પણ રૂપિયાના ખર્ચ વગર
આ પણ વાંચોઃ રંગીલા રાજકોટને બનવવામાં આવશે ગ્રીન રાજકોટ